સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જયન્ત પાઠક/વરસાદ પછી વગડો

From Ekatra Wiki
Revision as of 12:49, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> પડી ગયો વરસાદ, ટપક ટપ ટપક્યાં કરતાં પાન .... પછી અચાનક આભ ઊઘડતાં સૂર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

પડી ગયો વરસાદ,
ટપક ટપ ટપક્યાં કરતાં પાન ....
પછી અચાનક
આભ ઊઘડતાં
સૂરજના કર અડકે
— ઝલમલ તડકે — તરુને ભીનલ વાન —
રડતાં રડતાં હસી પડ્યું લો, રાન!