સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જીવતરામ કૃપાલાની/ગાંધીજી આધુનિક હતા?

From Ekatra Wiki
Revision as of 12:51, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરી ગણવો એ જો આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સત્યને વળગી રહેવું અને નીતિના નિયમને સર્વોપરી ગણવો એ જો આધુનિકતાનું લક્ષણ હોય, તો ગાંધીજી આધુનિક હતા. વચન પાળવું અને માથે લીધેલું કામ પાર ઉતારવું એ જો આધુનિકતાનું લક્ષણ હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો સહિષ્ણુતા અને સમજદારી આધુનિક હોય, તો ગાંધીજીને આધુનિક ગણવા જ પડે. જેઓ આપણા કરતાં જુદો અભિપ્રાય ધરાવતા હોય અથવા આપણા વિરોધી હોય તેમની સાથે પણ સ્વસ્થપણે વર્તવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો દરજ્જાનો, સત્તાનો કે સંપત્તિનો ખ્યાલ કર્યા વગર સૌ પ્રત્યે સમાન સૌજન્ય દાખવવું એ આધુનિક હોય, તો બેશક, ગાંધીજી આધુનિક હતા. જો દીનહીનો સાથે તાદાત્મ્ય સાધવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. જો ગરીબો, દરિદ્રો, દલિતો, દુર્ભાગીઓ માટે અવિશ્રાંત કામ કરવું એ આધુનિક હોય, તો ગાંધીજી આધુનિક હતા. અને સૌથી વિશેષ તો એ કે કોઈ ઉમદા હેતુ માટે મૃત્યુ વહોરી લેવું એ આધુનિક હોય તો ગાંધીજી આધુનિક હતા.

(અનુ. નગીનદાસ પારેખ)


[‘ગાંધીજી : જીવન અને વિચાર’ પુસ્તક]