સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/જૈનેન્દ્રકુમાર/પળે પળે શહીદ

From Ekatra Wiki
Revision as of 13:09, 31 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} અહિંસક પરાક્રમ અને હિંસક પરાક્રમમાં જે ફરક છે તે એ કે હિં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          અહિંસક પરાક્રમ અને હિંસક પરાક્રમમાં જે ફરક છે તે એ કે હિંસક પરાક્રમ સામયિક હોય છે અને તે અમુક મોરચા પરથી જ થઈ શકે છે, જ્યારે અહિંસક પરાક્રમ સતત થતું રહે છે. અને તે જીવનવ્યાપી હોય છે. નિત્ય શક્તિ હશે તો જ તે નૈમિત્તિક સમય પર પ્રગટ થઈ શકશે. અહિંસક શહીદ માત્રા અમુક ક્ષણે જ મરવા માટે નથી નીકળતો હોતો, બલ્કે તે તો પળે પળે શહીદ થતો હોય છે.