સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/અમારે ઘર હતાં...

From Ekatra Wiki
Revision as of 06:26, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને પિતાની છાંય લીલી, ગોદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતી યે....
બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં....
સમય નો’તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો’તો શિશુના ગાલ પણ પંપાળવાનો,
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો :
“ટપકતા આંસુને, ઓ મા! સમજજો બાળ નાનો!”