સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/કજિયાળો

From Ekatra Wiki
Revision as of 07:30, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે!... મન મારું આકાશે તરતું,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કોણ કહે કજિયાળો મુજને,
કોણ કહે કજિયાળો રે!...
મન મારું આકાશે તરતું,
વાદળીઓની સાથે ફરતું....
ઊડા ઊડા દરિયા ઉપર
શી રીતે દોડે છે સ્ટીમર:
પૂછું રે કોઈ આપો ઉત્તર,
મારી શંકા ટાળો રે!