સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ખલાસીના બાળનું હાલરડું

From Ekatra Wiki
Revision as of 07:28, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ધીરા વાજો રે મીઠા વાજો, વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!... બાળુડાના બા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ધીરા વાજો
રે મીઠા વાજો,
વાહુલિયા હો, ધીરા ધીરા વાજો!...
બાળુડાના બાપ નથી ઘરમાં,
આથડતા એ દૂર દેશાવરમાં;...
મીઠી લે’રે મધદરિયે જાજો,
વા’લાજીના સઢની દોરી સા’જો....
બેની મારી લેર્યો સમુદરની!
હળવે હાથે હીંચોળો નાવડલી
હીંચોળે જેવી બેટાની માવડલી....