સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/તરુણોનું મનોરાજ્ય

From Ekatra Wiki
Revision as of 07:26, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ, સતની સીમો લોપવા જોબન માંડે જાગ: લ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અણદીઠાંને દેખવા, અણતગ લેવા તાગ,
સતની સીમો લોપવા જોબન માંડે જાગ:
લોપવી સીમ, અણદીઠને દેખવું,
તાગવો અતલ દરિયાવ—તળિયે જવું,
ઘૂમવાં દિગ્દિગંતો, શૂળી પર સૂવું:
આજ યૌવન ચહે, એહ વિધ જીવવું!