સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ત્રાજવડાં ત્રોફણહારી

From Ekatra Wiki
Revision as of 06:24, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,... બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

બાઈ! એક ત્રાજવડાં ત્રોફણહારી આવી રે,...
બાઈ! એ તો નીલુડા નીલુડા રંગ લાવી રે,
ત્રોફાવો નીલાં ત્રાજવાં હો જી!...
નાની એવી કુરડી ને માહીં ઘોળ્યા દરિયા;
બાઈ! એણે કમખામાં સોય તો સંતાડી રે.