સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/દાદાજીના દેશમાં

From Ekatra Wiki
Revision as of 07:31, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં, પ્રેમસાગર પ્રભુજીના દેશમાં.....")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હાં રે દોસ્ત! હાલો દાદાજીના દેશમાં,
પ્રેમસાગર પ્રભુજીના દેશમાં....
સાત દરિયા વીંધીને વ્હાણ હાલશે,
નાગ-કન્યાના મ્હેલ રૂડા આવશે,
એની આંખોમાં મોતી ઝરતાં હશે;
હાં રે દોસ્ત! હાલો મોતીડાંના દેશમાં.