સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/ભલેને બાપડું આવો!

From Ekatra Wiki
Revision as of 07:06, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} સંસારમાં સુખદુખ બેઉનાં જોડલાં જ સૌને માટે નિર્માયાં છે, એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          સંસારમાં સુખદુખ બેઉનાં જોડલાં જ સૌને માટે નિર્માયાં છે, એટલે દુખને દૂર રાખવું એ તો આપણા હાથની વાત નથી. આપણા હાથની વાત તો આ છે કે સુખમાં ને દુખમાં આપણો સંગાથ તૂટે નહીં, દાંપત્યની નિષ્ઠા ડગે નહીં અને બેઉ વચ્ચે સરસાઈ ચાલે એક જ વાતની કે કોણ વધુ સહિષ્ણુ ને ધીર રહી શકે છે, કોણ વધુ અનુકૂળ બની રહે છે. આટલું હોય તો પછી ભલેને દુખ બાપડું આવો! [ચંપાબહેન અને રતિલાલ શેઠ પર પત્ર : ૧૯૩૭]