સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ઝવેરચંદ મેઘાણી/મહારોગ...

From Ekatra Wiki
Revision as of 08:07, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મહારોગ ને મૃત્યુના સાગરમાં લાખો ચીસ-નિશ્વાસભર્યા જગમાં, સિતમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મહારોગ ને મૃત્યુના સાગરમાં
લાખો ચીસ-નિશ્વાસભર્યા જગમાં,
સિતમે સળગંત ધરા-તલમાં
રસ-સુંદરતા કેરી શાયરી છે બધી જાળ સુનેરી ભૂખ્યાં જનને—
ત્યારે હાય રે હાય, કવિ! તુંને શબ્દોની ચાતુરી ગૂંથવી કેમ ગમે!