સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ડાયલ ઠાકોર/તમે કહો તો —

From Ekatra Wiki
Revision as of 11:52, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તમે કહો તો તડકો સાજન, તમે કહો તો ફૂલ; તમે કહો તો જિત્યાં સોગઠી, તમે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તમે કહો તો તડકો સાજન, તમે કહો તો ફૂલ;
તમે કહો તો જિત્યાં સોગઠી, તમે કહો તો ડૂલ.
તમે કહો તો અવસર આંગણ, તમે કહો તો ભૂલ;
તમે કહો તો ફરફર વાયુ, તમે કહો તો શૂલ.
તમે કહો તો આંસુ સાજન, તમે કહો તો ઝૂલ;
તમે કહો તો જિત્યાં સોગઠી, તમે કહો તો ડૂલ.