સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ત્રિભુવન વ્યાસ/મારા ઘરનો વાઘ

From Ekatra Wiki
Revision as of 12:06, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. તે હળવે હળવે ચાલે છે,...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે.
તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે!
દહીં ખાય, દૂધ ખાય;
ઘી તો ચપચપ ચાટી જાય.
તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે.
એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે!