સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દક્ષા વ્યાસ/નિરાંત

From Ekatra Wiki
Revision as of 12:13, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મા! આખરે તમે ગયાં જ. પેટ ભરીને રોઈ લીધું મેં. હવે — ... — હવે એકલ ડો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મા! આખરે તમે ગયાં જ.
પેટ ભરીને રોઈ લીધું મેં.
હવે — ...
— હવે એકલ ડોશીની અને વાઘની,
એકલ રાજા ને સાત રાણીની,
પરી અને રાજકુમારની,...
એકની એક અસત્યકથાથી અકળાવાનું નથી....
— પ્રત્યેક ગમન-આગમને
“આજે કેમ વહેલી?”
“કેમ મોડી?”
“શીદ જવું?”
“શું લાવી?”ની
અસ્તિત્વની નક્કરતાને ખખડાવતી પંચાતથી
તાણ ને ચીડ અનુભવવાની રહી નથી....
કેવી નિરાંત! —
છેવટની ઘડીએ
તમારા ડોળામાં દેખાતી હતી
તેવી નિરાંત!