સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દલપતરામ કવિ/ભીંડો ભાદરવા તણો

From Ekatra Wiki
Revision as of 12:25, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર, સમાઉ નહિ હું સર્વથા, તું જા સર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર,
સમાઉ નહિ હું સર્વથા, તું જા સરવર તીર;
તું જા સરવર તીર, સુણી વડ ઊચર્યો વાણી,
વીતે વર્ષા કાળ, જઈશ હું બીજે જાણી;
દાખે દલપતરામ, વીત્યો અવસર વર્ષાનો,
ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.