સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દાદા ધર્માધિકારી/બે જ વસ્તુ

From Ekatra Wiki
Revision as of 12:38, 1 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} નાગરિક આપણો પ્રમાદશીલ છે. જે કાંઈ થવાનું હોય તેને માટે પો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          નાગરિક આપણો પ્રમાદશીલ છે. જે કાંઈ થવાનું હોય તેને માટે પોતાને લગીરે હાથપગ હલાવવા ન પડે તો સારું, એમનેમ બધું થઈ જવું જોઈએ. પરિણામે નાગરિકે કાંઈ કરવાનું હોય તો માત્ર બે જ વસ્તુ — કાં તો ફરિયાદ, કાં તો માગણી! આમાં આપણા તરુણોયે અપવાદ નથી. બસ, એક જ નારો — અમારી માગણીઓ પૂરી કરો, અમારી ફરિયાદો દૂર કરો!