સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/ઓ મારી જન્મભૂમિ!

From Ekatra Wiki
Revision as of 04:10, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> …બારડોલી! ઓ મારી જન્મભૂમિ! હું અકસર રાતોનો સન્નાટો ઓઢીને તારી નમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

…બારડોલી!
ઓ મારી જન્મભૂમિ!
હું અકસર
રાતોનો સન્નાટો ઓઢીને
તારી નમણી ગલી ગલીમાં
ખોવાયેલી
સોનકણી-શી
મારા માસૂમ બચપન કેરી
ફૂલગુલાબી યૌવન કેરી
ગોતવા એક એક ક્ષણ આવું છું
તવ માટી માથે ચઢાવું છું
દીપ કણેકણ પેટાવું છું…
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]