સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/જોઈએ

From Ekatra Wiki
Revision as of 04:05, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> થોડી કસોટી કેફની આજે કરીને જોઈએ, ખાલી પડેલા જામ સૌ પાછા ભરીને જો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

થોડી કસોટી કેફની આજે કરીને જોઈએ,
ખાલી પડેલા જામ સૌ પાછા ભરીને જોઈએ.…
શાયદ આ બળતી પ્યાસને થોડીક ઠંડક સાંપડે :
ખાલી પવાલામાં ચલો, મૃગજળ ભરીને જોઈએ.
[‘તડકો તારો પ્યાર’ પુસ્તક : ૨૦૦૬]