સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/દીપક બારડોલીકર/તડકો તારો પ્યાર

From Ekatra Wiki
Revision as of 04:01, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તડકો ચાલે, તડકો દોડે, તડકો ખેલે ખેલ કિરણ કિરણ છે મોર કળાયલ જાણે શી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તડકો ચાલે, તડકો દોડે, તડકો ખેલે ખેલ
કિરણ કિરણ છે મોર કળાયલ જાણે શીશમહેલ
તડકો રૂપ હજાર
તડકો તારો પ્યાર!
તડકો જાણે જાન ઊઘલતી, ફળિયે ફળિયે ઢોલ
ઝગમગ ઝગમગ સાફો સુંદર, તડકો તારો કોલ
તડકો તો દિલદાર
તડકો તારો પ્યાર!…