સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ધ્રુવ ભટ્ટ/જાદુ

From Ekatra Wiki
Revision as of 06:03, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ, મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે, આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં ડુંગર રમમાણ છે,
આખો યે દેશ સાવ વાદળ થઈ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
કાળ-જૂના પથ્થરમાં ઊભી તિરાડસમી
આકરી વ્યથામાં સ્હેજ જોવું,
અંદર છે ઝરણાને રણઝણતું રાખવાને
આખાયે જંગલનું હોવું.
ક્યાંક કંઈક કોળે તો એક વાત જાણીએ કે
ધરતી તો ઊગવાનું જ્ઞાન છે.
આખો યે દેશ સાવ વાદળ થઈ જાય
એવા નકરા જાદુનું આ કામ છે.
લોક કહે ડુંગર પર ઊગ્યાં છે ઝાડ,
મારાં ઝાડવાંમાં જંગલ રમમાણ છે.
મહુડા કે સાગડામાં આથમતા સૂરજથી
જંગલની વારતાઓ થાય નહીં;
રંગ-રૂપ, ગંધ-સ્વાદ, શબ્દ-ઢોલથાપ વિના
જંગલનાં ગીતો ગવાય નહીં.
જંગલ તો હાથ મૂકો છાતીએ ને
સાંભળી લો એવા થડકારાનું નામ છે.