સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરોત્તમ પલાણ/આંખો છલકાણી

From Ekatra Wiki
Revision as of 11:02, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          બામણાની આજુબાજુ પ્રવાસે નીકળેલા પુષ્કર ચંદરવાકર લુસાડિયામાં આવેલી ઉમાશંકરની જમીન ઉપર જઈ ચડ્યા. એનો રખેવાળ નાથુજી ભીલ કહે: “ભણેલા છો?” પછી કહે: “ભણેલો તો અમારો ઉમિયો જ—.” પુષ્કરભાઈએ આ પ્રસંગ ઉમાશંકરને કહ્યો, અને ખર્‌ર્‌ર્ ઉમાશંકરની બેય આંખો છલકાણી.