સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નાથાલાલ દવે/રાત થઈ પૂરી

From Ekatra Wiki
Revision as of 11:26, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી, મશાલો સાવ બૂઝી, તેલ ખૂટય...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

રજા ત્યારે હવે, દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટયું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રાનો, ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને;
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી....
જુઓ મસ્જિદ-મિનારે એ ઝલક આફતાબની આવી,
પુકારે બાંગ મુલ્લાં મસ્ત રાગે, વાત થઈ પૂરી;
અમારી રાત થઈ પૂરી.
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]