સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નારાયણ દેસાઈ/‘પણ જીવવા દેશે કોણ!’

From Ekatra Wiki
Revision as of 12:09, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજી હતા. હું પણ ત્યાં હતો. ગા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ૧૯૪૪ની વાત છે. પંચગીનીમાં ગાંધીજી હતા. હું પણ ત્યાં હતો. ગાંધીજીના નિવાસની બહાર વિરોધીઓ સૂત્રોચ્ચાર કરતા આવી પહોંચ્યા. ગાંધીજીએ કહ્યું, “મારે એ લોકોને મળવું છે.” પણ પેલા લોકો કહે, “અમારે એમને મળવું નથી.” પછી એ લોકોને પોલીસે પકડ્યા — તલાસી લીધી ત્યારે એક માણસ પાસેથી લાંબો છરો મળ્યો. એ માણસનું નામ હતું નથુરામ ગોડસે! ગાંધીજીની હત્યા માટે ૧૪ વર્ષથી પ્રયાસો ચાલતા હતા અને આ છઠ્ઠો પ્રયાસ હતો. છમાંથી ચાર પ્રયાસોમાં ગોડસે હાજર હતો. ગાંધીજીએ ૧૯૩૭-’૩૮માં ૧૨૦ વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે નથુરામ ગોડસેએ મરાઠી પેપર ‘અગ્રણી’ના તંત્રી તરીકે તંત્રીલેખ લખ્યો, તેનું મથાળું હતું, ‘…પણ એમને જીવવા દેશે કોણ?’

[‘દિવ્ય ભાસ્કર’ દૈનિક : ૨૦૦૬]