સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નીતિન વિ. મહેતા/રાહ કોણ જોશે?

From Ekatra Wiki
Revision as of 12:24, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ઓરડાના ખૂણાએ પ્હેરી ઉદાસી ને ભીંત બધી ધ્રુસકે રડી. ઉંબરે ઊભાં ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ઓરડાના ખૂણાએ પ્હેરી ઉદાસી ને
ભીંત બધી ધ્રુસકે રડી.
ઉંબરે ઊભાં રહી રાહ કોણ જોશે,
હવે દેશે હોંકારો કોણ હૂંફથી;
મોભને ગજવશે હવે કોણ એની ગર્જનાએ,
શીતળતા દેશે કોણ ફૂંકથી?