સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ન્હાનાલાલ કવિ/દેવી દુખહારિણી

From Ekatra Wiki
Revision as of 12:50, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી, આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

આભના વરણથી આંજી વિશાળ તુજ આંખડી,
આભના ભેદમાં જોતી દૃષ્ટિ તે તાહરી વડી....
પ્રારબ્ધિ, પુણ્યશાળી ને પાપ-પાવનકારિણી;
ધૈર્ય, ગાંભીર્યથી ધીંગી, દેવી! તું દુખહારિણી.