સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પન્ના નાયક/તમે શું કહેશો?

From Ekatra Wiki
Revision as of 12:56, 2 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તરફડાટ એટલે…? તમે કહેશો : જલ બહાર આણેલા કોઈ મીનને પૂછી જુઓ! પણ ઘૂઘ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તરફડાટ એટલે…?
તમે કહેશો :
જલ બહાર આણેલા
કોઈ મીનને પૂછી જુઓ!
પણ
ઘૂઘવતા ઉદધિની ભીતર
જે
કોરું કોરું તરફડે
એને તમે શું કહેશો?