સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/ઇતબાર

From Ekatra Wiki
Revision as of 12:45, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને : આ પારે શું વા સામે પાર — જેને ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તારો ઇતબાર જેને, તારો ઇતબાર તેને :
આ પારે શું વા સામે પાર —
જેને તારો ઇતબાર!
તરશે કે ડૂબશે હોડી, દિયે એ ઉચાટ છોડી :
એવા વળી શાને ભરે ભાર —
જેને તારો ઇતબાર!