સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/ક્યાંથી?

From Ekatra Wiki
Revision as of 12:57, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ક્યાંથી... આ ક્યાંથી સરવાણી આનંદ તણી આવી દે ઉરને છલકાવી! તું આવી પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ક્યાંથી... આ ક્યાંથી
સરવાણી આનંદ તણી
આવી દે ઉરને છલકાવી!
તું આવી પેલા તારકથી?
કે ધરતી કેરા મારગથી?
આવી સાગર કેરા જળથી?
કે શ્યામલ વાદળના દળથી?