સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/જાગો જાગો જન

From Ekatra Wiki
Revision as of 12:53, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી; રાત વહી ને ભોર ભઈ. — જાગો. હિમડુંગરન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જાગો જાગો જન, જુઓ, ગઈ રાત વહી;
રાત વહી ને ભોર ભઈ. — જાગો.
હિમડુંગરનાં શિખરો ઝળક્યાં,
મરક મરક વનરાઈ થઈ;
સાગર જાગ્યો ભૈરવ રાગે,
ઝરણ-જલે નવઝલક ધરી. — જાગો.
દૂરે દૂરે ઝાલર વાગે,
ક્યાંક બજી શરણાઈ રહી;
વન ઉપવનમાં ફૂલડાં જાગે,
પવન ફરે પમરાટ લઈ. — જાગો.
શ્યામલ-વરણી પલટી ધરણી,
તેજ તણા શણગાર કરી;
જાગે છે નવ જોમ ગગનમાં,
લાલ રંગ સહુ અંગ ધરી. — જાગો.
[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]