સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રીતમલાલ મજમુંદાર/ઋતુવાસી

From Ekatra Wiki
Revision as of 04:28, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમે જઈએ અમારે દેશ, રામરામજી; થઈ પૂરી વરસની ભેટ, રામરામજી. પડે દેશે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમે જઈએ અમારે દેશ, રામરામજી;
થઈ પૂરી વરસની ભેટ, રામરામજી.
પડે દેશે કકડતી ટાઢ, રામરામજી;
ગળે હિમે અમારાં હાડ, રામરામજી.
અમે આવ્યાં શિયાળા કાજ, રામરામજી;
હવે બેઠાં વસંતનાં રાજ, રામરામજી.
હવે જઈએ અમારે દેશ, રામરામજી;
પણ પ્રીતિ ન ભૂલશું લેશ, રામરામજી.
[‘મિલાપ’ માસિક : ૧૯૬૨]