સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રેમશંકર ન. ભટ્ટ/નાનો-મોટો

From Ekatra Wiki
Revision as of 04:44, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> તું નાનો, હું મોટો — એવો ખ્યાલ જગતનો ખોટો; આ નાનો, આ મોટો — એવો મૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

તું નાનો, હું મોટો —
એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો —
એવો મૂરખ કરતા ગોટો.
ખારા જળનો દરિયો ભરિયો,
મીઠા જળનો લોટો;
તરસ્યાને તો દરિયાથીયે
લોટો લાગે મોટો.
નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો!
ઊંચાં ઊંચાં ઝાડે તમને
જડશે એનો જોટો?
મન નાનું તે નાનો,
જેનું મન મોટું તે મોટો