સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/બાલમુકુન્દ દવે/યાદ આવે છે

From Ekatra Wiki
Revision as of 06:41, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> અમારા પ્રાણપ્યારા, દિલસિતારા દેશને માટે અમે માથે કફન સાથે ઝઝૂમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

અમારા પ્રાણપ્યારા, દિલસિતારા દેશને માટે
અમે માથે કફન સાથે ઝઝૂમ્યા: યાદ આવે છે.
કદમબોસી ગુલામોની ફગાવીને, શહીદોએ
સનમની જેમ ચૂમી’તી શૂળી, એ યાદ આવે છે....
હતી ઝંઝા તુફાની ને જુવાનીની તીખી ટક્કર,
અમે દરિયાનો દાવાનળ બન્યા’તા: યાદ આવે છે!