સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/ભગવતીકુમાર શર્મા/શ્રેષ્ઠ મિત્ર

From Ekatra Wiki
Revision as of 11:32, 4 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મા મારી... શ્રેષ્ઠ મિત્રા.... બીજી મિત્રાતાઓમાં કદીક સ્વાર્થનું નહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મા મારી... શ્રેષ્ઠ મિત્રા....
બીજી મિત્રાતાઓમાં
કદીક સ્વાર્થનું નહિ તો અપેક્ષાનું,
વાળ જેવું બારીક
પણ એકાદ કણ તો આવી જાય;
પછી ઘસરકો, ઉઝરડો, તિરાડ....
માને તો આકાશ જેટલું ચાહી શકાય,
દેવમૂર્તિની જેમ પૂજી શકાય.
પણ એ એવું કશું માગે — ઇચ્છે — વિચારેય નહિ!
એટલે જ દોસ્તની જેમ
એને ખભે કે ખોળામાં માથું મૂકી શકાય,
ઝઘડી યે શકાય.
આપણા હોઠો પરની દૂધિયા ગંધ
એની છાતીમાં અકબંધ.
એના ખોળામાંની
આપણા પેશાબની દુર્ગંધ
એ સાથે લઈને જ જાય
ભગવાનની પાસે —
અને સ્વયં ભગવાન સુગંધ સુગંધ!
(ભગવાનની યે મા તો હશે જ ને?)