સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ હ. પટેલ/થયાં

From Ekatra Wiki
Revision as of 05:58, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ...ખેતરો ખાલી હવે તાકી રહે છે તેતરો જેવું, નિશ્વાસ મેં મૂક્યો અને...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

...ખેતરો ખાલી હવે તાકી રહે છે તેતરો જેવું,
નિશ્વાસ મેં મૂક્યો અને આ પાંદડાં પીળાં થયાં....
કો’ક ખેતરની વચોવચ હું તરસ થઈને ઊગ્યો,
નીકમાં પાણી સ્વરૂપે એમનાં પગલાં થયાં.
કુંજડીની હાર જેવા દિવસો આવ્યા ખરા,
યાદમાં ને યાદમાં વેરાન ઘર વસતાં થયાં.