સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મધુકર રાંદેરિયા/કમ્મર કસી છે

From Ekatra Wiki
Revision as of 06:01, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> ચલો આજ, ભૈયા, ઉઠાવી લો લંગર, સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી; સલામત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ચલો આજ, ભૈયા, ઉઠાવી લો લંગર,
સમંદરની અંદર ઝુકાવી દો કિસ્તી;
સલામત કિનારાના ભયને તજી દો,
તુફાનોને કહી દો કે કમ્મર કસી છે.
મુહબ્બતની અડિયલ એ વાતોને છોડો,
મુહબ્બતનાં દમિયલ એ ગીતો જવા દો;
જગતને જગાડી દો એ રીતથી કે,
ક્લેવરને કણકણ જુવાની વસી છે.
અમે સિંધુડાને સૂરે ઘૂમનારા,
અમે શંખનાદો કરી ઝૂઝનારા;
મધુરી ન છેડો એ બંસીની તાનો,
અમોને એ નાગણની માફક ડસી છે…
અમે દર્દ ને દુઃખ કાતિલ સહ્યાં છે,
ભરી આહ ઠંડી ને નિશ્વાસ ઊના;
જીવનમાં હતી કાલ જો ગમની રેખા,
મરણ સામને આજ મુખ પર હસી છે.