સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરીન્દ્ર દવે/ચાલ, વરસાદની મોસમ છે...

From Ekatra Wiki
Revision as of 10:25, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search



ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ;
ઝાંઝવાં હો કે દરિયાવ, તરસતાં જઈએ....
તાલ દેનારને પળ એક મૂંઝવવાની મઝા—
રાગ છેડ્યો છે રુદનનો, છતાં હસતાં જઈએ.