સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘જટિલ’/આપણે

From Ekatra Wiki
Revision as of 11:34, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે, ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મીણબત્તીને સૂરજ માની જીવ્યા તે આપણે,
ને ફરીથી સ્વર્ણ-મૃગ પાછળ પડ્યા તે આપણે…
સાત સાગર પાર જઈ સામે કિનારે ઊતર્યા,
ઝાંઝવાના એક બિન્દુમાં ડૂબ્યા તે આપણે.
આંખ સામે મોલ સુકાયા, ન આપ્યું બુંદ પણ,
ને ‘જટિલ’, રણ-રેતમાં વરસી પડ્યા તે આપણે.
[‘કુમાર’ માસિક : ૧૯૭૭]