સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘જટિલ’/તારા હાથમાં

From Ekatra Wiki
Revision as of 11:33, 29 May 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<Poem> ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં; છે ભલે હથિયાર મારાં, ઘાવ તારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

ફેંકતા પાસા અમે, પણ દાવ તારા હાથમાં;
છે ભલે હથિયાર મારાં, ઘાવ તારા હાથમાં!....
શઢ ચડાવી સાત ઊપડી બેખબર મઝધારમાં —
તોડવી કે તારવી એ નાવ તારા હાથમાં!