સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/‘મરીઝ’/ન દે…

From Ekatra Wiki
Revision as of 11:39, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે, અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!…...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે,
અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે!…
કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું ‘મરીઝ’,
પોતે ન દે, બીજાની કને માગવા ન દે!