હાલરડાં/તારે પારણે

From Ekatra Wiki
Revision as of 07:14, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તારે પારણે|}} <poem> તારે પારણે પોપટ બોલે છે, તારે ઘોડીએ મોરલા ડ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
તારે પારણે

તારે પારણે પોપટ બોલે છે,
તારે ઘોડીએ મોરલા ડોલે છે;
સૂઈ રો’ ને કાન!
હાલરડાં હુલરાવે જશોદા માવડી!

તારે હાલરડે હીરની દોરી
તુંને હુલરાવે જશોદા ગોરી;
સૂઈ રો’ ને કાન. – હાલરડાં૦

કાના, કામ કરું કે તુજને તેડું!
મારે જાવું છે જળ જમના બેડું;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાના, બારણે તે બોલે બાઘડિયા,
તારે પારણે ઘૂમે રસ મોરલિયા;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં૦

કાને વાછરું વાળ્યાં ને ગાવ દોવડલી,
ગોપી મહી રે થોડાં ને છાશ આવડલી,
સૂઈ જાવ ને કાન. - હાલરડાં૦

મારે જાવું છે નરસૈ મે'તાને બારણીએ,
પ્રભુ આવી ઊભા મારે પારણીએ;
સૂઈ જાવ ને કાન. – હાલરડાં,