હાલરડાં/પોઢો ને!

From Ekatra Wiki
Revision as of 06:01, 4 March 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પોઢો ને!|}} <poem> હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને; ઘડી જ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
પોઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
ઘડી જાવને ઘોડિયા માંય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારા લાડકવાયા લાલ, પીતાંબર ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે દો'વી છે કાંઈ ગાય, અંબર તમે ઓઢો ને!

હાં હીંચોળું ને હાં હાં કરું, તમે પોઢો ને;
મારે ઘરમાં છે ઘણું કામ, અંબર તમે ઓઢો ને!