૮૬મે/મિથ્યા નથી આ પ્રેમ

Revision as of 00:07, 30 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મિથ્યા નથી આ પ્રેમ

તમે ક્હો છો, ‘મિથ્યા, મિથ્યા, મિથ્યા, મિથ્યા છે આ પ્રેમ.’
સૂર્ય, ચન્દ્ર, તારા સૌ સત્ય ને મિથ્યા માત્ર પ્રેમ?
આકાશથીય વધુ અસીમ છે આ પ્રેમ,
સમુદ્રથીય વધુ અતલ છે આ પ્રેમ,
પૃથ્વીથી પણ વધુ વિપુલ છે આ પ્રેમ,
કાળથીય વધુ નિરવધિ છે આ પ્રેમ,
વિશ્વ જ્યારે ન’તું ત્યારેય હતો આ પ્રેમ,
વિશ્વ નહિ હોય ત્યારેય હશે આ પ્રેમ,
સત્યનો પર્યાય નહિ, સ્વયં સત્ય છે આ પ્રેમ,
ના, નથી, નથી, નથી, નથી, નથી મિથ્યા આ પ્રેમ.

૨૦૦૮