અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ/કયા દીપથી પ્રાણનો દીવડો પેટાવી...
कोन् आलोते प्राणेर प्रदीप ज्वालिये तुमि धराय आसो साधक ओगो, प्रेमिक ओगो, पागल ओगो, धराय आसो ।। एइ अकूल संसारे दु:ख आघात तोमार प्राणे वीणा झंकारे । घोर विपद माझे कोन् जननीर सुखेर हाति देखिया हासो ।। तुमि काहार संधाने सकल सुखे आगुन ज्वेले बेडाओ के जाने । एमन आकूल करे के तोमारे कांदाय जारे भालो बासो ।। तोमार भावना किछु नाइ के – जे तोमार साथेर साथी भावि मने ताइ । तुमि मरण भूले कोन् अनंत प्राण सागरे आनन्दे भासो ।।
– रवीन्द्रनाथ
કયા દીપથી પ્રાણનો દીવડો પેટાવી
તું ધરા ઉપર આ આવે?
ઓહે સાધક, ઓહે પ્રેમિક, ઓહે પાગલ!
ધરા ઉપર તું આવે?
આ અકૂલ સંસારે
દુ:ખ-આઘાતો તવ પ્રાણે વીણા ઝંકારે
ઘોર વિપદ માંહે
કઈ જનનીનું મુખ જોઈ તું હસતું મુખ મલકાવે?
તું કોને શોધવાને
સૌ સુખોમાં પૂળો મેલી ફરતો કો જાણે!
આવો અકળાવી
કોણ રડાવે તુજને જેને પ્રેમે નવડાવે?
નવ ચિંતા કંઈ તારે
કોણ હશે તુજ સાથે સાથી મન કળતું ના રે.
તું મરણ ભૂલીને
કયા અનંત પ્રાણસાગરમાં આનંદે મહાલે?
મૂળ: રવીન્દ્રનાથ
અનુવાદ: નગીનદાસ પારેખ
‘મને કોઈ પૂછે કે, મહાદેવના ચારિત્ર્યનું સૌથી ઉમદા લક્ષણ કયું? તો હું કહું કે, પ્રસંગ પડ્યે શૂન્યવત્ થઈ જવાની તેની શક્તિ.’
— ગાંધીજી