અથવા અને/કૉફીના કપવાળું સ્ટીલ લાઇફ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કૉફીના કપવાળું સ્ટીલ લાઇફ

ગુલામમોહમ્મદ શેખ



આછા અંધારા ઓરડામાં
પહોળા માથાના કપમાં હલાવેલ કૉફીમાં
ધીમે ધીમે આછરે
બારીનું ઝાંખું ધોળ, કાળા સળિયા, કથ્થાઈ ભૂરું આકાશ
અને એના પર ઊડતા
દિશાભૂલ્યા ચામાચીડિયાનું એક કૂંડાળું.
ઘૂંટડા સાથે હું વિશ્વની ઘણી ઘટનાઓને પી ગયો.
છાપું નાખ્યું માછલીના કાંટાવાળી પ્લેટ પર.
કૉફીના કપમાં પડી રહી
નિર્લજ્જ, વણઓગળી સાકર.

માર્ચ, ૧૯૬૩
અથવા