અથવા અને/પિએરોનું Flagellation જોતાં

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પિએરોનું Flagellation જોતાં

ગુલામમોહમ્મદ શેખ



પાણીમાં સાકરના પિંડ શી ઇમારત
ડગલામાં ઢગલો,
મોભી
ધીંગા, મૂંગા,
મકાન શ્વસે ભૂરી નસે
ખૂણેખૂણે ઠાંસેલી કોરી હવા.
નિ:શબ્દ ઓરડે
છેલ્લી સજાનો તખ્તો તૈયાર
જલ્લાદનું ચાબુક ઊપડ્યું તેવું ચોંટી ગયું.
છતના ખપાટિયેથી ટપકતો
અંધારે બોળેલ અંબાર
ઊભેલા સૌની આંખોમાં ઓગળી ગયો
ત્યારે
ઈસુએ ફરી હા ભણી પીડ વ્હોરવાની.

પેરુજિયા, ૩-૯-૧૯૯૪; વડોદરા, ૧૯-૧૧-૨૦૦૯
અને