zoom in zoom out toggle zoom 

< અનેકએક

અનેકએક/જળાક્ષરો

From Ekatra Wiki
Jump to navigation Jump to search

જળાક્ષરો


જળમાં
અક્ષર આળખ્યા
ઝળહળઝળહળ ઝુલાવે
ડુબાવે... ઉછાળે... ઝીલે
અવળા સવળા કરે
વહાવે
ઘૂંટેઘૂંટે
અજવાળાં પીએ
જાણે સળવળસળવળ તરીઓ !
થાય
થઈ રહ્યા છે બુદ્‌બુદો
પવનને
બાંધે છોડે બાંધે
ઝીણો રવ રચે
ઝલમલ પડઘાઓ સરે... સરસરે
થાય
થઈ રહી છે બૂડબૂડ
બૂડાબૂડ
જળને વાળે, ખાળે
વળાંકોમાં ઢાળે તે પહેલાં તો
વરસી જાય તરસ્યા તરંગો
રેલાવી દે રેષેરેષા
વિખેરી
ભૂંસી દે ચમકારા
નહિ છેક ન છેવટ
ન પાર
જળ... જળ...
ખળખળતાં ઊછળતાં પછડાતાં
વહેતાં