zoom in zoom out toggle zoom 

< અનેકએક

અનેકએક/ફળ

From Ekatra Wiki
Jump to navigation Jump to search

ફળ


નિષ્પર્ણ
ઝાડની ટગલી ડાળે બેઠા
પતંગિયાની પાંખો પર
સૂર્ય...સોનેરી
રાતો વાદળી થાય
ઝાડ ઊડવા જાય
થડમાં
ધસધસ વહી આવ્યો જળશોર
વેરાય
શાખા પ્રશાખા પ્રપ્રશાખાઓમાં
પડઘા પડઘા પડઘમ પડઘઘમ પડડઘમ
ઝાડ ઊડુંઊડું થાય
વીંટળાઈ વળે પવન
ઝાઝી ધરા
ચપટી આકાશ
ફરકે કૂંપળો
ફફડે પાંદડાં
મૂળસોત ઝાડ ઊડે
ટોચે
ઝૂલમ ઝૂલે ફળ