અન્વેષણા/પ્રારંભિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વિરાટ ગ્રંથાવલિ : પુસ્તક ૨૦૯મું












ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહ
અન્વેષણા



ભોગીલાલ જ. સાંડેસરા

આ લેખકનાં કેટલાંક પુસ્તકો

માધવકૃત રૂપસુન્દર કથા (૧૯૩૪)
વાઘેલાઓનું ગુજરાત (૧૯૩૯)
પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના (૧૯૪૧)
ઇતિહાસની કેડી–લેખસંગ્રહ ( ૧૯૪૫)
સંઘદાસગણિકૃત વસુદેવ-હિંડી—પ્રાકૃતમાંથી અનુવાદ (૧૯૪૬)
સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જર કાવ્ય (૧૯૪૮)
જ્યેષ્ઠીમલ્લ જ્ઞાતિ અને મલ્લપુરાણ (૧૯૪૮)
પંચતંત્ર (૧૯૪૯)
જગન્નાથપુરી અને ઓરિસાના પુરાતન અવશેષો (૧૯૫૧)
જૈન આગમસાહિત્યમાં ગુજરાત (૧૯૫૨)
ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન ૧-૧૮ (૧૯૫૨)
ભારતીય આર્યભાષા અને હિન્દી (૧૯૫૨)
ષષ્ટિશતક પ્રકરણ—ત્રણ બાલાવબોધ સહિત (૧૯૫૩)
Literary Circle of Mahamatya Vastupala and its
Contribution to Sanskrit Literature (1953)
મહીરાજકૃત નલ–દવદંતી રાસ (૧૯૫૪)
શબ્દ અને અર્થ—શબ્દાર્થશાસ્ત્ર વિષે પાંચ વ્યાખ્યાનો (૧૯૫૪)
પ્રાચીન ફાગુ–સંગ્રહ (૧૯૫૫)
વર્ણક–સમુચ્ચય, ભાગ ૧ – મૂલ પાઠ (૧૯૫૬)
મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો (૧૯૫૭)
વર્ણક – સમુચ્ચય, ભાગ ૨ -સાંસ્કૃતિક અધ્યયન (૧૯૫૯)
પ્રદક્ષિણા – પશ્ચિમ અને પૂર્વની વિદ્યાયાત્રા (૧૯૫૯)
દયારામ (૧૯૬૦)
श्री सोमेश्वरदेवविरचितम् उल्लाघराघनाटकम् ( १९६१ )
સંશોધનની કેડી–લેખસંગ્રહ (૧૯૬૧)
Lexicographical Studies in ‘Jaina Sanskrit ‘ (1962)
યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ -ભાગ ૧ ( ૧૯૬૩ )
मल्लपुराणम् (१९६४ )
श्री सोमेश्वरदेवविरचितम् रामशतकम् ( १९६५ )
महोपाध्यायहरिहरविरचितः शङ्खपराभवव्यायोगः (१९६५)
ઇતિહાસ અને સાહિત્ય—લેખસંગ્રહ (૧૯૬૬)

ઇતિહાસ અને સાહિત્યવિષયક લેખસંગ્રહ
અ ન્વે ષ ણા








ભોગીલાલ જ. સાંડેસરા










આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
પ્રિન્સેસ સ્ટ્રીટ : કેશવબાગ : મુંબઈ -૨
ગાંધી માર્ગ : ફુવારા સામે : અમદાવાદ-૧

પ્રકાશક
ભગતભાઈ ભુરાલાલ શેઠ
આર. આર. શેઠની કંપની
પ્રિન્સેસ સ્ટ્રીટ : મુંબઈ–૨
ગાંધી માર્ગ : અમદાવાદ-૧







(c)
ભોગીલાલ સાંડેસરા



પ્રથમ આવૃત્તિ
સપ્ટેમ્બર ૧૯૬૭



પ્રત : ૧૧૫૦
મૂલ્ય રૂ. ૮-૭૫




મુદ્રક
જુગલદાસ સી. મહેતા
શ્રી પ્રવીણ પ્રિન્ટરી
સોનગઢ (સૌરાષ્ટ્ર )

આચાર્ય યશવંત શુકલ
અને
ડૉ. ચંપકલાલ શુક્લને
સસ્નેહ
केन रत्नमिदं सृष्टं मित्रमित्यक्षरद्वयम् ।


પ્રાસ્તાવિક

‘ઇતિહાસની કેડી’ (પદ્મજા પ્રકાશન, વડોદરા, ૧૯૪૫), ‘વસ્તુપાલનું વિદ્યામંડળ અને બીજા લેખો (‘જૈન’ સાપ્તાહિકની ભેટ, ભાવનગર, ૧૯૪૮), ‘સંશોધનની કેડી’ (ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૧) તથા ‘ઇતિહાસ અને સાહિત્ય’ (ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૬૬) પછીનો મારો આ પાંચમો લેખસંગ્રહ પ્રગટ કરવા માટે આપણી જાણીતી પુસ્તક પ્રકાશનસંસ્થા આર. આર. શેઠ એન્ડ કંપનીનો હું આભારી છું. આ સંગ્રહમાં બે વ્યાખ્યાનો, સંખ્યાબંધ રેડિયો-વાર્તાલાપો અને બીજા સ્વાધ્યાય- લેખો તથા શબ્દચર્ચાવિષયક કેટલીક નાનીમોટી નોંધો છે. વેદકાળથી માંડી પ્રાચીન અને મધ્યયુગમાં થઈ, અર્વાચીન ગુજરાત અને ગુજરાતીના સીમાડા સુધીનું કંઈક કાલાનુક્રમિક વિહંગદર્શન એમાં હોઈ કેટલાક મિત્રોએ ‘ઇતિહાસની પાંખ’ એવું એનું નામ સૂચવ્યું હતું, જ્યારે બીજા કેટલાકે એમાંના અભિગમને અનુલક્ષીને ‘ અન્વેષણા’ નામ માટે પ્રેમભર્યો આગ્રહ રાખ્યો હતો. છેવટે, એ આગ્રહનો મેં સ્વીકાર કર્યો છે. આશા છે કે ‘અન્વેષણા’ નામ વાચકોને સમુચિત લાગશે. લેખોના પ્રસિદ્ધિકાળ અને સ્થાનાદિનો નિર્દેશ તે તે લેખની સાથે કર્યો છે. ‘પુસ્તકની સૂચિ કાળજીપૂર્વક તૈયાર કરવા માટે મારા મિત્રો અને સહકાર્યકરો શ્રી. નટવરલાલ ચિમનલાલ દેસાઈ અને ડૉ. હર્ષદ મ. ત્રિવેદીનો હું ઉપકાર માનુ છું.


‘અધ્યાપકનિવાસ’,
વડોદરા
૩ જુલાઈ, ૧૯૬૭

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા