અબ્દુલકરીમ ચાંદભાઈ કુરેશી
Jump to navigation
Jump to search
કુરેશી અબ્દુલકરીમ ચાંદભાઈ, ‘મુકબિલ કુરેશી’ (૨૪-૬-૧૯૨૫) : કવિ. બોટાદ જિલ્લાના રાણપુર ગામમાં જન્મ. અભ્યાસ નોન મૅટ્રિક. ૧૯૪૮થી ૧૯૮૩ સુધી ભાવનગરમાં પશ્ચિમ રેલવેમાં કર્મચારી. હાલ નિવૃત્ત. ઉર્દૂ ગઝલ-પરંપરાના ઢાંચાને જાળવતી ગઝલરચનાઓના બે સંગ્રહ ‘પમરાટ’(૧૯૫૮) તથા ‘ગુલઝાર’(૧૯૭૨)માં અનુભૂતિની તીવ્રતા અને ભાષાગત સાદગી નોંધપાત્ર છે.