અભિનય પંથે/પ્રારંભિક
આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.
આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ
https://www.ekatrafoundation.org
તથા
https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય
પરથી વાંચી શકશો.
અમારો દૃષ્ટિકોણ:
હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.
આ રીતે –
• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.
• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.
– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.
તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.
Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.
‘નાટક દુનિયાનું દર્પણ રૂડું, ગુણ-દોષ જોવાનું.’ [સ્વ. સાક્ષર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજીના ગીતની એક લીટી] આ સત્યને સ્વીકારીને હું તો જ સુધીની મારી જિંદગીને રંગભૂમિ દ્વારા ઘડી રહ્યો છું. ભિન્નભિન્ન પ્રકારના અનેક પાત્રો મેં ભજવ્યા અને અનેકાનેક, એકથી એક ચઢિયાતા નટોને નિહાળ્યા. રોજિંદા જિવાતા બહારની દુનિયાના વાતાવરણમાંથી મારી અંદરની દુનિયાનો નટ કંઈ ને કંઈ જાણે-અજાણે મેળવતો ગયો, શીખતો ગયો. અને આમ ચાર દાયકા ઉપરની રંગભૂમિની રંગીનતા હૃદયના ખૂણેખૂણામાં પોતાના રંગો પાથરતી ગઈ અને તખ્તાનાં એ અલૌકિક ચિત્રે સમગ્ર ચિત્ત-તંત્રની સ્પંદનોને જગાવ્યાં. આમ જોઈએ તે હું કંઈ એકલો જ રંગભૂમિનો કલાકાર નથી. જેની સામે માથું ઝુકાવી દેવાનું મન થાય એવા અનેક મહાન, લોકપ્રિયતાને વરેલા નટવર્ષની મોટી વણઝારમાં હું તે માત્ર એક નાનકડા પ્રવાસી જેવો જ છું. જૂની રંગભૂમિની દુનિયાને મારા કરતાં પણ વધુ સારી રીતે સમજનાર, જોનાર-ઘણાયે કલાકારો થઈ ગયા એમાંના ઘણાખરાએ પોતાના અનુભવનો ઇતિહાસ પણ ક્યાંક થોડાં થોડાં પુસ્તકમાં, માસિક યા તો અઠવાડિકોમાં જનતાને જાણવા માટે લખી છે; લખે પણ છે. એટલે ક્ષોભ–સંકોચ સાથે નિખાલસભાવે જણાવું તો આ મારા ચાર-પાંચ દાયકાના નાટકની દુનિયાના અનુભવો લખી તેને છપાવવી સુધીની લાગણી થાય, તે પહેલાં મારું ભણતર જોતાં મને એ અનધિકૃત ચેષ્ટા જેવી વાત લાગતી. એટલે, બે ત્રણ દાયકા પહેલાં અને ત્યારપછી મુંબઈના તેમજ સૌરાષ્ટ્રના ચોક્કસ સમાચારપત્રમાં તેઓના સંચાલકની આજ્ઞાને આધીન થઈ કયારેક થોડા થોડા અનુભવેલા, સાંભળેલા, રંગભૂમિના સારા-માઠા પ્રસંગે તેમાં લખી આપતો, ત્યારે પણ એ જ ક્ષોભ અનુભવતો. બે-ચાર વર્ષ પહેલાં જ્યારે રાજકોટના ‘આકાશવાણી’માં હું સેવા આપી રહ્યો હતો, ત્યારે ત્યાંના પ્રસિદ્ધ એવા ‘ફૂલછાબ’ દૈનિકની સાપ્તાહિક કોલમમાં ‘રંગભૂમિનો સુવર્ણકાળ’ એવા મથાળા સાથે મારી પાસે ‘ફૂલછાબ’ના તંત્રી અને મારા પરમ શુભેચ્છક શ્રી હિંમતભાઈ પારેખે મારાં સંસ્મરણો લખાવવાની શરૂઆત કરી. ચાર હપ્તા સુધી લખ્યું, સ્નેહી-મિત્રો વાંચીને ખુશ થયાં; આગળ લખો’ એવી સૂચનાઓ મળવા લાગી, પણ ત્યાં તે સરકારી નોકરીનું ‘જડતંત્ર’ મને લખતાં અટકાવી ગયું. રેડિયોના વડા તરફથી હુકમ છૂટ્યો, ‘આવું કંઈ પણ સરકારી નોકરથી ન જ લખી શકાય’ અને એ પ્રવાહ ત્યાંથી જ અટકી ગયો. હજી પણ એ ફરમાન માટે હું વિચારું છું; બલ્કે મારા હિતચિંતકો પણ પૂછે છે કે ‘કેવળ જૂની રંગભૂમિના યાદગાર, અનુભવેલા, સાંભળેલા એવા આ પ્રસંગોને રજૂ કરવામાં સરકારને શું સંતાપ થયો હશે?’ પણ અને શંકા છે કે આ લાલ ઝંડી બતાવવા માટે પણ કેવળ અમુક વ્યક્તિઓને તેજોદ્વેષ જ કામ કરી ગયો હોય. ખેર, પ્રભુ જાણે! ત્યારબાદ બે-ત્રણ વર્ષ વીતી ગયાં અને ઉંમરને અંગે ભારે આકાશવાણી પરથી નિવૃત્ત થવું પડ્યું. પાંચ-છ વર્ષની ટૂંકી નોકરીમાં પણ મને એ રેડિયોની દુનિયામાંથી ઘણું ઘણું શીખવાનું, સમજવાનું મળ્યું. મારા બે દીકરાઓ અમદાવાદમાં સ્થાયી છે. શ્રી ઈન્દ્રકુમાર અને એની પત્ની શ્રી રંજના. હું નિવૃત્ત થાઉં ત્યારે તરત જ તેમની સાથે અમદાવાદમાં જ રહી શાંતિથી, રામની જિંદગી જીવવી; એ એમની મારા પ્રત્યેની લાગણી અને મારા બીજા પુત્ર શ્રી હેમંત પણ ફોટોગ્રાફર તરીકેની પોતાની કારકિર્દી જમાવી રહ્યો હોવાથી ૧૯૭૦માં આકાશવાણી પરથી છૂટા થઈ અહીં અમદાવાદ આવી ગયો. પહેલે જ દિવસે ગુજરાત કોલેજમાં વર્ષો જૂના સ્નેહી શ્રી જશવંતભાઈ ઠાકરને મળ્યો. પરિસ્થિતિ સમજાવી. તેઓએ કહ્યું, ‘ખુશીની સાથે અહીં અમદાવાદમાં જ રહે. તમારા જેવા કલાકારો માટે ઘણું ઘણું કામ પડ્યું છે.’ એમના આટલા પ્રોત્સાહનથી મને ખૂબ જ સંતોષ થયો. જો કે તબીયતને કારણે ઘરનાં બધાં હવે એવી બધી પ્રવૃત્તિમાં ન પડવાની વિનંતી કરતાં, પણ કલાકારના હૃદયમાં બેઠેલું પેલું નાટ્યકલાનું તત્ત્વ તેને નિષ્ક્રિય રહેવા જ શાનું દે? રોજ સવાર-સાંજ અમદાવાદની અવેતન અને જાણીતી એવી સંસ્થાઓમાં જઈને બેસું. ગુજરાત કોલેજમાં તો લગભગ હાજરી -હોય જ, ઉપરાંત ‘જવનિકા’, ‘દર્પણ’, ‘રંગમંડળ’ વગેરે કલા સંસ્થાઓમાં પણ સ્નેહભરી મિત્રતા માણી. પુત્રના પૂજ્યભાવે કરી મને જરાય પેટગુજારાની કે કમાવાની ફિકર નહોતી, એટલે કંઈક નિઃસ્વાર્થભાવની આ બધી નવી ઓળખાણ વધતી રહી. શાહ જશવંતભાઈ સાથે સાંજના જૂની રંગભૂમિની ચર્ચાઓ કરતાં ખૂબ જ આનંદ થતો. તેઓ અમારી દુનિયાના નાના-મોટા પ્રત્યેક નટને ખૂબ જ લાગણીભરી નજરે જુએ છે; આજે નહિ વર્ષોથી. એક દિવસ ઓચિંતા જ ટેબલ પર પડેલું ‘રાઈટીંગ પેડ’ મને આપી તેમણે કહ્યું, ‘અમૃતભાઈ, જે જે વાત થઈ અને હજુ કરી તે બધી જ જોયેલી, જાણેલી, માણેલી, સાંભળેલી એવી જૂની રંગભૂમિની એ વાતોને થોડાં થોડાં પાનામાં તમારી જ શૈલીમાં લખીને મને આપતા રહો. દરરોજ ચાર-પાંચ પાનાં લખો!’ અને એક મનગમતું કામ જાણે કે મારા આ પરમ મિત્રે મને સોંપ્યું, સંકેચ અને સાથે ઉલ્લાસભર્યા ભાવે મેં મારા ચાર દાયકા. ઉપરના રંગમંચના અનુભવો લખવાની! રીતે શરૂ આત કરી. પહેલે દિવસે જે ત્રણ ચાર પાનાંથી શરૂઆત થઈ તે મને ન ગમી. લેખક નહિ ને? વળી આ બધું કેણુ વાંચશે? એવો ડર પણ હૃદયમાં પ્રશ્નો ઉઠાવતો રહ્યો; પણ જશવંતભાઈએ કહ્યું, ‘બરાબર છે, આમ જ લખ, ભય કાઢી નાખે, તમે લેખક નથી એ બધા જાણે છે. નટ તે છે ને? અને આપણે તો એ નટની જ કારકિર્દી રજૂ કરવી છે.’ એટલે હું તે બની એટલી ચોકસાઈ સાથે આગળ લખતો ગયો. કેટલાક અનુભવેલા, કેટલાક સાંભળેલા એવા પ્રસંગે આ પુસ્તકમાં છપાયા છે, તેમાં કયાંયે પણ કોઈને માટે પૂર્વગ્રહ જેવું નથી, છતાં એવું ક્યાંયે કેઈ ને લાગે છે દરગુજર કરે. બાકી તો જેવું લાગ્યું તેવું લખ્યું. ‘કોઈ પણ કલાના સાગરને કિનારો છે જ નહિ,’ એવું ક્યાંક વર્ષો પહેલાં વાંચ્યું છે અને અંતરની પાટી પર એ કદીએ ન ભુંસાય એમ લખાઈ ગયું છે. ‘અભિનય પંથે’ નામ પણ શોધી આપ્યું. શ્રી જશવંતભાઈએ જ. તેઓની પ્રેરણાથી, શુભેચ્છકોની લાગણીથી આ બધું લખાયું, પણ એને છપાવવું કેવી રીતે? અકિંચન કહી શકાય એવા મારા જેવા કલાકારને માટે તો આ એક મોટી વિકટ સમસ્યા હતી. આ દરમ્યાન રાજકોટ ચેડા દિવસ કામ પ્રસંગે ગયો અને થોડાક જ પરિચયે અનહદ માનવતાભરી લાગણીની જીવંત પ્રતિમા સમા ‘જયહિન્દ’ દૈનિક પત્રના માલિક શ્રી બાબુભાઈને મળ્યો. નહોતું ધાર્યું કે મારી આ વાતમાં તેઓ આટલો બધો સહકાર આપશે. સાચું કહું તો પ્રથમ દૃષ્ટિએ તો શ્રી બાબુભાઈ એક બાહોશ અને બુદ્ધિવાન એવા મહાન વ્યવસાયી જેવા જ દેખાય, પણ માનવીના હૃદયને ઓળખવા માટે તો ભલભલા ભૂલ ખાઈ જાય છે. ઓછો બોલા છતાં અંતરમાં છલોછલ દયા અને પ્રેમના અમૃતથી ભરેલા શ્રી બાબુભાઈએ મારી વાત સાંભળી અને ‘પુસ્તક છપાઈ જશે, ચિંતા ન કરશો’ આટલું જ કહ્યું. અને ગમે તેટલે આભારવિધિ કરું કે આશીર્વાદ વરસાવું તે ય શ્રી બાબુભાઈએ મારા આ પુસ્તક ‘અભિનય પંથે’ માટે જે કંઈ કર્યું છે તેના ઋણમાંથી હું મુક્ત થઈ શકું તેમ નથી. લખવાનું તે ઘણું ઘણું મન થાય છે પણ આવી નિઃસ્વાર્થ અને ગમે તેનું પણ ભલું કરવાની ભાવનાભરી વ્યક્તિને માટે ગમે તેટલું લખું, તેય મારા મનને સંતોષ થાય એવું નથી. શ્રી બાબુભાઈનું આ ઋણ મારી જીંદગીના હવે પછીનાં રહ્યાંસહ્યાં વર્ષોની એક યાદગાર મૂડી બની રહેશે. એક દિવસ જશવંતભાઈના નાટ્ય વિભાગમાં નાટ્યકલાના મહાન નિષ્ણાત વિવેચક અને અમદાવાદની બી. ડી. કૉલેજના આચાર્ય શ્રી એસ. આર ભટ્ટ પધાર્યા, અને વાતમાં ને વાતમાં શ્રી જશવંતભાઈએ મારા પુસ્તક વિષે કહ્યું અને તેઓને વિનંતી કરતાં પ્રસ્તાવના લખી આપવાની તેઓએ લાગણી બતાવી. માણસને જ્યારે યોગ્યતા બહારનું કંઈક મળે છે ત્યારે કાં તો તે ગર્વથી નાચી ઊઠે છે, કાં તો પ્રભુકૃપા સમજી હર્ષના આંસુ વહાવે છે. શ્રી એસ. ર. ભટ્ટ જેવી મહાન વ્યક્તિ મારા માટે આટલું બધું કરે તે પ્રભુકૃપાના હર્ષાશ્રુ સાથે આંખો ભીની કરાવી જ રહે ને? અને આટલી બધી ભટ્ટસાહેબની લાગણી માટે ‘આભાર’ કે ‘શું’ એવા શબ્દો ઉચ્ચારવા કે લખવા એ મને તે એાછાં લાગે છે. આ પુસ્તકને પ્રેમપૂર્વક સુંદર બનાવી તેના પ્રત્યેક અંગોને કાળજીભરી રીતે મારી મારા પ્રત્યેની મિત્રતાની લાગણીને ચાર ચાંદ લગાવી દેનાર ભાઈ શ્રીકાન્તભાઈને ‘અભિનયપંથે’ના પાને પાને હું હસતાં જોઉં છું. આમ ‘અભિનયપંથે’ પુસ્તકરૂપે પ્રગટ થવાની ક્રિયાઓ ચાલુ થઈ ગઈ. સ્નેહી ભાઈશ્રી શ્રીકાન્તભાઈ અનેકાનેક વ્યવહારિક અને કૌટુમ્બિક વરણોથી ઘેરાયેલા, એટલે ધાર્યા સમયે પુસ્તકનું છપાઈ કામ શરૂ ન થાય તે સ્વાભાવિક છે. તે સાથે મારા અધીરી અને ઉતાવળિયો સ્વભાવ પુસ્તક જલદી તૈયાર કરવા માટે તલસતો હોય તેય સાચું, એટલે ક્યારેક અંતરને ભારે ઉકળાટ ક્રોધરૂપે ઝગડતા. પણ આજે મને લાગે છે કે મારી એ ઉતાવળ અને શ્રીકાન્તભાઈની સહનશીલતાભરી ધીરજ વચ્ચે તેઓની જ જીત થઈ કારણ ગયા માર્ચ ૧૯૭૩ની ૩૦મી તારીખે ગુજરાત રાજ્યે લલિત કલા અકાદમી વતી જે જૂની રંગભૂમિના ખ્યાતનામ કલાકારોનું સન્માન થયું, તેમાં મારું નામ પણ હતું. અને મારા જીવનની એ યાદગાર પ્રસંગને આ પુસ્તકમાં ઉલ્લેખ કર રહી જાત, એ પ્રસંગે અમદાવાદ-ગાંધીનગરમાં તૈયાર કરેલા રંગમંચ ઉપર મારું તેમજ આજે પણ દેશી નાટક સમાજમાં પોતાનું સ્થાન ટકાવી રાખનાર લોકપ્રિય કલાકાર શ્રી વસંત નાયકનું અને ઊર્દૂ તેમજ ગુજરાતી તખ્તા પરની સફળ અભિનેત્રી શ્રીમતી સરસ્વતીબાઈ સાથે રંગભૂમિ પર અનેક વર્ષો સુધી ભિન્ન-ભિન્ન પ્રકારની ભૂમિકાઓ ભજવી ખ્યાતનામ થયેલા ભાઈશ્રી ચુનીલાલ નાયકનું પણ સન્માન થયું. જૂના લોકપ્રિય એવા નાટકના ચોક્કસ દૃષ્યો એ પ્રસંગે રજૂ કર્યા. સંકલન મારું હતું. અને સહાયક કલાકારો તેમજ સાધના માટે ‘અકાદમી’ની આજ્ઞા મુજબ શ્રી કૃષ્ણ કલા-કેન્દ્ર, જેના માલિક શ્રી રાજેન્દ્રભાઈ ભટ્ટ અને ડાયરેક્ટર શ્રી છનાભાઈ અને મેનેજર શ્રી સોમેશ્વર નામક હતા, તેમને સહકાર મેળવ્યું. આ બધી જ વ્યક્તિઓના સ્નેહભય સહકાર અને ઉમંગને લીધે સન્માન-સમારંભ ખૂબ જ સફળતાથી ઉજવાયો; તતા પરની અભિનયની કલા કઈ એક જ વ્યક્તિ કે અમુક જ સાધનોથી નથી દીપી ઊઠતી. ‘ટીમ વર્ક' પહેલું અને તે પણ નિષ્ઠા તથા ઉત્સાહન ભર્યું હોય તો જ સફળતા મેળવી શકાય. હું નથી લેખક, નથી સાહિત્યકાર. હું માત્ર એક નટ. રંગભૂમિ પર ચાર દાયકા ઉપરાંતની મજલ કાપી ચૂકેલે અદને અદાકાર છું, એટલે આ પુસ્તકમાં રંગભૂમિ અને તેની રંગીનતાઓની ઝમક વાચકના દિલ અને દિમાગને આંજી ન શકે તો તેને માટે હું જ જવાબદાર છું. બાકી પ્રેરણાઓ આપનારા પરમ સ્નેહી મિત્રો, શુભેચ્છકે સૌ કેઈનો આ પુસ્તકના પ્રકાશન અને પ્રસિદ્ધિ માટે તન, મન અને ધનનો સહકાર મળે છે અને એ માટે આભાર વ્યક્ત કરતાં તેઓને અંતરના આશીર્વાદ આપી દેવાય છે કે પરમકૃપાળુ પરમાત્મા એ સવ સ્નેહીજનોને સુખી રાખે. અમદાવાદના મારા લગભગ બે વર્ષના વસવાટે મને જે જે લાગણીભર્યા સ્નેહીઓને સહકાર સાંપડયો છે, તેમાં નાટયકલાના નિપૂણ શ્રી જશવંતભાઈ ઠાકરથી લઈને સંગીત, નાટય, નૃત્યકલાના પ્રેમી એવા શ્રી હરકાંતભાઈ શુકલ, સાહિત્યની દુનિયાના વિવેચક અને નવલકથાકાર શ્રી પિતાંબરભાઈ પટેલ તથા વ્યાપારી ક્ષેત્રમાં ભાગ્યે જ જોવા મળે એવી કલાપ્રિય ભાવનાવાળા શ્રી લાલજીભાઈ ખારાવાલાને સદ્ભાવ કદીએ ભુલાશે નહિ. અને રાજકોટની પણ થોડીક સ્નેહભરી વ્યક્તિઓને અહીં સંભાર ને આનંદ અનુભવું છું; જેમાં શ્રી હિંમતભાઈ દેસાઈ, શ્રી વસંતભાઈ માલવીયા, શ્રી ઉપેન્દ્રભાઈ ત્રિવેદી, શ્રી ભરતભાઈ મહેતાનો ઉલ્લેખ કરતાં ગૌરવ લઉં છું. એ તે હકીકત છે કે શ્રી બાબુભાઈની લાગણી મને ન મળી હોત તો આ પુસ્તક પ્રસિદ્ધ જ ન થાત. એટલે આ પુસ્તક એમને જ ‘અર્પણ’ કરવા અંગે મેં શ્રી બાબુભાઈને વિનંતી રૂપે કહ્યું અને કોઈપણ પ્રકારની પિતાની પ્રસિદ્ધિની ખેવના વગરના નિઃસ્પૃહી એવા એમણે મને કેવી સરસ સૂચના આપી? તેમણે કહ્યું, ‘બીજા કોઈને નહિ પણ તમારા સ્વ. પૂ. પિતાશ્રીને જ અર્પણ કરો. તેમનું ઋણ કદીયે ચૂકાવાનું નથી, અને તમે તે તમારા એ પિતાશ્રીના લોહીના સંસ્કારમાંથી નાટ્યકલાના પિયૂષ પીધાં છે. માતા-પિતાના ઋણમાંથી યત્કિંચિત પણ મુક્ત થવું હોય તે મારી આ સૂચના માન્ય રાખે.’ અને શ્રી બાબુભાઈની આ અમૂલ્ય સલાહે મને જાણે નો પાઠ શીખવ્યું. તેઓશ્રીની સલાહ મુજબ આ પુસ્તક મારા પૂ. પિતાશ્રીને અર્પણ કરી ધન્યતા અનુભવું છું. ‘હવે આ પુસ્તક તૈયાર થઈ જવા આવ્યું છે.’ શ્રી શ્રીકાન્તભાઈ મારી ઉતાવળને ઓળખીને મને મિત્રભાવે આમ કહેતા, ત્યારે એ સાંભળીને મારા હૃદયમાં અનેક ભાવો જાગી ઊઠતા. કામની બિમારી છતાં દેહને જાણે કે શ્રીકાન્તભાઈનું એ વાક્ય એક અમૂલ્ય ઔષધ આપી રહેતું. એક ખાસ વાત તે એ કરવાની કે પુસ્તકની છપાઈ પાછળની મહેનત, જવાબદારી, કાળજી વગેરેને મને જરાય અનુભવ નહિ; પણ ‘નવપ્રભાત’ પ્રેસના માલિક શ્રી મણીભાઈની ઓળખાણ શ્રીકાન્તભાઈ મારફત થઈ અને શ્રી બાબુભાઈની સુચનાથી મારું આ પુસ્તક છાપી આપવાનું છે, તેવું નક્કી થતાં શ્રી મણીભાઈ એ તેમજ તેમના પુત્રોએ પણ આ પુસ્તકને છાપવા માટે ખૂબ જ કાળજીભરી લાગણી બતાવી છે. મેં કહ્યું તેમ ‘પ્રૂફ’ જેમ છપાઈને આવતા ગયાં અને તેનું ‘રિડીંગ’ શ્રી અનિરુદ્ધભાઈ કરતા ગયા તેમ તેમ તેમને પણ -વધુ પરિચય વગરને મારા પ્રત્યેને સ્નેહભાવ દેખાતો ગયો. પુસ્તકના ‘ટાઈટલ’ માટે શ્રીકાન્તભાઈના પરમ સ્નેહી અને ગુજરાતના જાણીતા કાર્ટુનીસ્ટ શ્રી ‘શિવ’ભાઈએ વગર સ્વાર્થે મારા જેવા એક સામાન્ય કલાકાર પ્રત્યેની તેમની મમતારૂપે ‘અભિનય પંથે’નું ટાઈટલ ખૂબ જ આકર્ષક લાગે તેવું બનાવી આપ્યું, અને એમની સાથે એમના પરમ મિત્ર અને અમદાવાદના કાબેલ તસ્વીરકાર શ્રી ભાલચંદ્રભાઈ એ પણ મમતામાં ભાગીદારી નોંધાવી, જેમનો હું ઋણી છું. આ પુસ્તકમાં નાટ્ય જગતની સ્મરણીય વ્યક્તિઓના બ્લોક્સને ઉપયોગ કરવા દેવા બદલ ‘નવચેતન'ના તંત્રીશ્રી તથા મારા વડીલ શુભેચ્છક સમા મુ. શ્રી ચાંપશીભાઈ ઉદ્દેશીને હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું; તેમજ આ પુસ્તકના આવરણનો બ્લોક બનાવી આપવા બદલ પ્રભાત પ્રોસેસ સ્ટુડિયાના શ્રી ગોવિંદભાઈને પણ ઋણસ્વીકાર કરી ધન્યતા અનુભવું છું. આવરણની ઊડીને આંખે વળગે તેવી છપાઈ માટે ન્યુ સીટીવાળા મુ. શ્રી ચીનુભાઈ શેઠને અંતરથી આભાર માનું છું. અન્ય આત્મીય સ્વજન જેવા શ્રી મનપ્રબોધભાઈ પરીખને કે કેમ ભૂલું? એક કલાકારની હેસિયતથી તેઓ બધા માટે હરહંમેશ મારું અંતર ઈશ્વર પાસે પ્રાર્થના કરતું રહેશે કે, सर्वेना सुःखीनो भवन्तु – અમૃત જાની તા. ૧-૯-૧૯૭૩ ૭, ત્રિમૂતિ સોસાયટી, ગુલબાઈનો ટેકરો, અમદાવાદ-૧૫.
‘અમારી સો વર્ષ ઉપરાંતની તતાની દુનિયામાં દરેક કેમના એવા અનેક મહાન નટે, દિગ્દર્શકે, સંગીત કાર, નૃત્યકાર થઈ ગયા છે કે એમાંની કોઈપણ વ્યક્તિની બરાબરી કરી શકે તેવો કલાકાર ઊગતી પેઢીમાં થયો નથી. થાય એમ હું અંતરથી ઇચ્છું છું. બલ્કે આશીર્વાદ આપું છું; પણ એ શક્ય છે?’ નામશેષ બની રહેલી ‘ધંધાદારી’ રંગભૂમિના એક સફળ અભિનેતાએ કાળા બજારની આડપેદાશ બની રહેલી અને ખંડ સમયની કારકિદી અર્પતી ‘નવી’ રંગભૂમિને આશિષ સહિત પુછેલો પ્રશ્ન આ પુસ્તકને આધુનિક સંદર્ભ સૂચવે છે. ‘અભિનય પંથે’ના અક્ષરો માંડનાર અમૃત જાનીનાં શ્રેષ્ઠ વર્ષો લોકસાધનાનાં વર્ષો હતાં. ગક્ષેમની ચિંતા એમણે ચંચળ એવા પ્રેક્ષક સમુદાયને સોંપી હતી. લોક હૃદયને વશ કરનારી ક્ષણો એમને અનેકવાર મળી છે. અભિનેતૃત્વના સુભગ મુદ્દતની તરલ અવસ્થાનાં મરણો. એમણે સાચવ્યાં છે. છતાં લેકાશ્રયે વિકસેલી એમની અભિનયકલાને ‘છોક’ એમણે જાણ્યો નથી. સાચા કલાકારની વિનમ્રતા કોકવાર કનડે તેવી સાદગી એમણે સાચવી છે. એમના જય-પરાજયનાં ચાળી શથી વધુ વર્ષો પ્રેક્ષકો અને પર્દાની વચ્ચે! સ્થપાતા અને ઉથાપાતા ‘રંગીન આભાસ’ના સર્જનમાં વીત્યાં. છે. એમનું સત્વ અને સત્ય કાલગ્રસ્ત બન્યાં છે. ક્વચિત એમને ‘અમૃત’ રાખતું સ્મરણ વર્ષોનાં આવરણ ફાડીને આ પુસ્તકમાં ઝળકી જાય છે. પુસ્તક લખ્યાનો એમને ગર્વ ભલે ન હોય પરંતુ એ લખવાનો એમનો અધિકાર નકારી શકાશે નહીં. ‘મને યાદ રહેલી, મારા મનમાં રમી રહેલી અનેક વાત મેં અહીં રજૂ કરી. જૂની રંગભૂમિના એક કલાકારની એટલે કે મારી આ કંઈ આત્મકથા લખવાનો આશય નહોતો-નથી... અમારી જૂની રંગભૂમિની બહારની અને અંદરની સ્થિતિ, કલાકારોની આવડત અને ખાસિયતો, એની લોકપ્રિયતાનું ધોરણ અને અભિનયની શક્તિઓ, કેમ રહેતા, કેમ ફરતા, કેમ જમતા, કેમ રિહર્સલ કરતા અને કેમ શીખતા-શીખવતા, એ બધી બાબતોનું મારી શક્તિ પૂરતું (સંપૂર્ણ નહીં') અહીં સમાવિષ્ટ કર્યું છે. હું લેખક નથી, સાહિત્યકાર નથી... અભ્યાસ વગરનો આ પુસ્તકનો રચયિતો છું. વાચકને રસ પડશે કે નહીં તે પ્રભુ જાણે પણ, કદાચ આવતી પેઢીને ‘જૂની રંગભૂમિ કેવી હતી? એવો પ્રશ્ન થાય તો તેના જવાબરૂપે આ પુસ્તક કાંઈક પણ કહી શકશે તો મને સંતોષ થશે.’ આમ નમ્ર સ્વરે અને અદબથી પોતાના પુસ્તક પરિચય અમૃતભાઈ કરાવે છે. એટલે પૂછીનું મન થાય છે કે આ જમાનામાં લોકસેવાનાં એકાદ-બે કામ કર્યા હોય તો વારંવાર કહી બતાવવાની પ્રથા રૂઢ બની છે તેવા સમયે પ્રિય ભાઈ! તમારી વાત શીદને ઝીણે સાથે રજૂ કરો છો? ‘રણગજના’ ભજવી ચૂકેલા તમે મરદના ઘા’ કેમ નથી શીખ્યા? તમારી કથા ગુજરાતની સમાજકથા છે. મેરબી પાસે ટંકારાથી આરંભેલી (મહર્ષિ દયાનંદ તો મોટું નામ), તમારી ‘જીવન યાત્રા’ ‘જ્યાં જ્યાં એક વસે ગુજરાતી નું સમ્યક દર્શન અર્પતી ધન્ય કથા છે એ તમે કેમ ઉવેખો છો? આ સ્મરણો, આ કથા, પરાધીન ભારતના મુક્ત હવા પ્રાપ્ત કરવાના, સ્વત્વને પ્રગટ કરવાના, ભગીરથ કર્માની આડકથા છે. કર્યું છે ને કે સાચી આત્મકથામાં જે ‘હું’ ના બને તો લેખનનું મૂલ્ય વધે. શ્રી અમૃત જાનીની પ્રકૃતિ જ ‘હું પદથી જોજન દૂર રહેલી આ પુસ્તકમાં વરતાશે. એમણે નિર્દોષ શિશુની આંખે રંગભૂમિની નાની વિગતોને પણ વિસ્મિત બનીને નોંધી છે. પરિણામે એમનાં સ્મરણોમાં નટસમૂહની દિનચર્યા અને નાટકોની રઢિયાળી રાત અકબંધ સચવાયા છે. એ દિનો વીત્યા, એ વર્ષો વહી ગયાં. એ પ્રદેશ પલટાયાં, યમુનાજળમાં અમાસે વહેતા મૂકેલા જલદીપ જેવાં એ નાનાવિધ નાટ્યદીપે અંધકારમાં ઓગળી ગયા. એના વિષાદની ઓથારમાં સચવાયેલાં આ પાનાં લુખું વાચન નથી. કિંતુ મૂલ્યવાન સામાજિક દસ્તાવેજ છે. સંધિવાથી પિડાતા અને બુઢાપાથી ઘેરાએલા છતાં પ્રતાપ પ્રૌઢ સોરાબજી કાત્રકની છેલ્લી સલામ, અને રંગભૂમિ પર મૃત્યુને "મહાવ વછનાર અને શરાબ છોડીને પ્રાણ ત્યજનાર લાલજી વિષેના ઉલ્લેખો પ્રેમાંજલિ બન્યા છે. ધંધાદારી રંગભૂમિ પેટિયું પ્રાપ્ત કરવા રઝળતી નાટક મંડળીના વ્યર્થ ઉધમાત? કૃત્રિમ હાવભાવ, હકારા-દેકારા, અતિ અભિનય, અવાસ્તવિક વેશભૂષા, અપ્રતીતિજનક સંભાષણે, અને વાતવાતમાં વન્સમોર મેળવતાં ગાણાં–આવાં તે કાંઈક મહેણાં ભદ્ર સમાજના ઔરંગઝેબેની જબાને આપ સહુને સંભળાવ્યા. એ અપયશ, એ અપવાદ, કંઠમાં સ્થાપીને ૧૮૫૭ પછીનાં પરાધીન ભારતનું સ્વાભિમાન જાગતું રાખવામાં એના વિસ્મૃત સંસ્કારને નજર અંદાઝ કરવામાં ‘ધંધાદારી’ રંગભૂમિનું પ્રદાન ઉવેખી શકાય તેમ નથી. યુગ પલટાયો હતો. ધમ નવા અર્થ ધારણ કરતા હતા. મૂલ્ય-પરિવર્તન થઈ રહ્યું હતું ત્યારે ધંધાદારી રંગભૂમિના આશુતોષ. બંદાઓ લેકસાગરની ઝલક દર્શાવી રહ્યા હતા. જન્મ અને ધમે જેમને જુદા પાડ્યા હતા તેમને નાટક ઐક્ય અપી’ શકયું હતું. વિદ્યા વિનોદ નાટક સમાજ, દુનિયાદશક નાટક સમાજ, દેશી નાટક સમાજ, રોયલ નાટક મંડળી, લક્ષ્મીકાંત નાટક સમાજ, આર્યનૈતિક નાટક સમાજ, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, સાજ અને રંજન નાટક સમાજ–આ બધાં નાટકનાં ખોટનાં ધંધા કરનાર મંડળ આખરે સમાજ હતા. એમાં સેરાબજી કાત્રક અને રતનશી શિનોર, અશરફખાન, અબ્દુલ રહમાન કાબુલી, ગોરધન મારવાડી અને અઢારે વરણનો સમાવેશ થતું. એ મંડળ હતા પણ એમાં પ્રવેશ ક્ષમતાથી મળતું. રાજકોટની શાળામાં ધીમી પ્રગતિ કરી રહેલા અમૃતભાઈને સ્થાનિક જૂથનાં ‘ભારત ગૌરવ' નાટકમાં છાયા દેવીનાં અભિનય મારફતે ૧૪ મે વર્ષે રોયલ નાટક મંડળીમાં પ્રવેશ મળે અને એમનો ભાગ્યોદય થયો. એ કેવળ અકસ્માત ન હતે. એમના પિતાશ્રીનો વારસો, પિતાના મિત્ર લાલજી નંદાની વગ એમાં જવાબદાર હશે. પણ વિચાર કરતાં એમ સમજાય છે કે એમની શોધમાં રોયલ નાટક મંડળી હતી જ. નાયિકાનો પાઠ પુરુષ અભિનેતાને આપવાને ખ્યાલ માત્ર નવી પેઢીને રમૂજ આપે છે. કારણે નવી પેઢીને નટીપદ ઇચ્છતી બહેને સુલભ છે. કેવળ નાટક એમને સુલભ નથી. આંગિક અભિનયનો સ્પષ્ટ અવધ હોય છે. નટી બની શકનાર કિશોર પાંચ વર્ષની માયા ગણાય. વશીકરણનાં એ વર્ષો જ્યારે એ અર્ધનારીશ્વર હોય છે; એ વર્ષોમાં એ જે કરે, કે ગુંજે તે મધુરતમ હાય. અમૃતભાઈ એ નોંધ્યું છે તેમ મંડળીનાં ; કિશોરે ‘તણી ની રેગ્યતા ગુમાવે ત્યારે મારવાડમાં છોકરા શેધવા જવું રહેતું. કમનીય દેહયષ્ટિ અને સૂરીલો અવાજ–આટલું હોય તે બીજું બધું સારા ડાયરેકટર સંભાળી લેતા. એ જમાનામાં નટી ન મળે તે નાટક ન ભજવવું એવો દુરાગ્રહ ન હતા, એટલે એ જમાનામાં નાટકે મેળવ્યાં અને ભજખ્યાં. નવી પેઢી પાસે નાટક કેમ નથી આવતાં એની વિસ્તૃત સમીક્ષા પડી છે. જાત સિવાયના જગતનું દોષદર્શન એને ફાવે છે. પરંતુ ધંધાદારી જૂની પેઢીને મમ મમ સાથે નિસ્બત હતી, એટલે પ્રતિકૂળ સંજોગોને વીસરીને એણે મંડળીએ સ્થાપી, નાણું મેળવ્યું અને ગુમાવ્યું, અભિનયશાળા અને નાટ્યવિભાગો વિના જ એણે તાલીમ બાજ ઉપજાવ્યા. હા જર સે હથિયારના નિયમો મણીબાઈ મોતીબાઈ, મુન્નીબાઈ, અને સરસ્વતી કે રાણી પ્રેમલતા મળ્યા ત્યારે તેમનાથી, અને ન મળ્યા ત્યારે હૈયાઉકલતથી જયશંકર સુંદરી, પ્રભાશંકર રમણી કે છોટુ (તારલ) ને પામીને કેવાં શિખરો સર કર્યા તેની કેવળ કલ્પના હવે કરવી રહી. આમ તો રંગભૂમિ એક દોધારી દુનિયા છે. જ્યાં શું નટ કે શું પ્રેક્ષક એક પ્રકારનો નશીલો અનુભવ લાભે છે. આ પુસ્તકમાં એક સ્થળે નોંધ્યું છે તેમ ઉત્સુક નટ પડદો ઊઘડે તે પહેલાં પ્રેક્ષકોનાં દર્શન કાજે પાછલા પડદામાં હેતુપૂર્વક રાખેલાં છિદ્રો વાટે ‘હાઉસ’માં નજર નાખતા, ત્યારે એમને કથરોટમાં ગંગાના દર્શન થતાં. પુસ્તકનાં વાચકને એમાં વીતેલા યુગનાં કેટલાંયે સામાજિક અરમાનો મૂર્ત થયેલાં દેખાશે. કોઈપણ ખેલની પ્રથમ રજૂઆત સમયે ટિકીટ મેળવવાનો આગ્રહ ધરાવનાર અને પહેલી રાત ન ચૂકનાર કદરદાન પ્રેક્ષક, સારા અભિનયને અને માનીતા નટને ફૂલડે વધાવનાર અને કરન્સી નોટોની નવાજેશ કરનાર પ્રેક્ષકો, ચોટદાર ગીતપંક્તિને કૈ દમામદાર પ્રવેશને તાળીના ગડગડાટથી કે વન્સમોરના નિનાદથી બિરદાવનાર પ્રેક્ષકો–અરે નશામાં ચકચૂર એવા નટસમ્રાટ મોહન લીલીજીને તખ્તા પર જોવાનો દુરાગ્રહ અને પછી શાંત બનવાનું સંસ્કારી વર્તન દર્શાવનાર આ પ્રેક્ષક સમાજ, જૂની રંગભૂમિએ આપેલો જડબાતોડ જવાબ નથી શું? અમાસના ખેલમાં ઉમટી આવતાં કચ્છી દુકાનદારો, નળબજાર અને ભીંડી બજારના -વહોરા અને મેમણ બિરાદરા, કરાંચીમાં ‘કુટા મેલ’ પર આફ્રીન એવા સિંધી શોખીને, તપ્તાએ જેને તરુણીનું આકર્ષણ બન્યું તેવા અમૃત ઉપર ફિદા થનાર એગ્લાઈન્ડયન કે પારસી કુટુંબ, એક્ટિંગની સુવાસને અત્તરની ભેટ ધરનાર સરૈયા પ્રેક્ષકો, સતી અને સંત, રજપૂત શૌય અને ગુજરાતી સમાજકથાનાં નાટકોને માણતી આ પચરંગી મેદની કેવું ભાવાત્મક ઐક્ય સૂચવે છે? કોમી હુલડના કપરા કાળમાં પણ કરફ્યૂ દાખલ થાય તે પહેલાં ‘ગાડાનો બેલ’ જોવા એકઠું થતું આ માનવકુળ આપણે જેને ધંધાદારી મનોરંજન કહીને તિરસ્કૃત કરીએ છીએ તે નાટય પ્રવૃત્તિનો ઉજ્જવળ કીર્તિ–કલશ ન હતું શું? ઓછું ભણેલાં નટ, સાક્ષરોએ ઉવેખેલી નાટ્યકારો, લોખંડના ગાળા ગબડાવી સર્જેલા ટ્રિક્સી, દોરડા બાંધી ઉપર ખેંચેલા કે ભેંસ ખોલી ભયભીતર ગાયબ કરેલા પાત્રો, ઐતિહાસિક નાટકના બિનઐતિહાસિક શસ્ત્રો અને પોશાકે, વાજાંવાળાને શોભે કે આંતર-ખંડિય હોટેલના દરવાજે પહેરે તેવા પોશાકમાં રજૂ થતા ફખ્રે હિન્દ નટસમ્રાટો, કોઈપણ પ્રસંગે ધાણી ફૂટે તેમ ફૂટી નીકળતી બેતાજી અને ગીત-નૃત્ય, બનાવટી અલકલટો ધારણ કરીને સ્ત્રીપાત્રમાં અભિનય અને લટકાં કરતાં પુરુષ નટો, સામાજિક વાસ્તવિક્તા સાથે કે તર્કબદ્ધ પ્રસંગો જોડે સ્નાન–સૂતકનો સંબંધ ન હોય તેવા તેવાં કથાનકો, રંગભૂમિ એટલે ‘જીવનની સચ્ચાઈ’ એ સૂત્ર વિસરી જવાનું અને બુદ્ધિને તાળાકૂચીમાં સુરક્ષિત બનાવીને મનોરંજન પ્રાપ્ત કરવાનું બજાર આ આરોપનામું એક રીતે શબ્દશઃ સાચું જણાય છતાં આટલી મોટી ઉધાર બાજુ, દેવાનો આટલો મોટો ગંજ સ્વીકારીને લેકોનું આકર્ષણ ઠરેલી એ રંગભૂમિનું જમા પાસું કેવડું મોટું હશે, તેની ખોજ કરવા અમૃતભાઈનાં આ સ્મરણો નજરવાળા વાચકને અવશ્ય પ્રેરશે. તા. ૯-૪-૭૩
વ્યવસાયી રંગભૂમિના વિખ્યાત કલાકાર શ્રી અમૃત જાનીને હું વર્ષોથી જાણું છું. વારસાગત મળેલા સંસ્કારને તેમણે પોતાની આગવી સૂઝથી વધુ દેદીપ્યમાન બનાવ્યા અને પોતાનું સમગ્ર જીવન રંગભૂમિની સેવામાં વિતાવ્યું. નાટકના રંગમંચ પર તેમણે વર્ષો પહેલાં રજૂ કરેલાં નાટકે આજે પણ જનતાની સમક્ષ તેવાં જ ખડાં છે. તેમના ૪૫ વર્ષના નાટ્યજગતના સંસ્મરણો અંગે તેઓ. પુસ્તક તૈયાર કરી રહ્યા છે તે જાણી મને આનંદ થયો છે. અને મને ખાત્રી છે કે નાટ્ય-કલાકારોને તેમાંથી પ્રેરણા અને દોરવણી. અળી રહેશે.
શ્રી અમૃતભાઈ જાનીએ આજીવન ગુજરાતી રંગભૂમિને પિતાની કલા દ્વારા દિપાવી છે. પાત્રને સચોટ અભિનય દ્વારા જીવ ત કરવાની તેમની કલા આગવી છે. ‘અંતરની અપરાધી’ નાટકમાં તેમની ભૂમિકા જવાની તક મને મળી હતી. આ પુસ્તક દ્વારા તેમના કલા જીવનના સંસ્મરણો પ્રસિદ્ધ કરી ગુજરાતી રંગભૂમિ તથા કલારસિકોને તેમના અમૂલ્ય સંસ્કાર વારસાની યાદ કરાવે છે તે આનંદની વાત છે.
ગુજરાતી રંગભૂમિ પર જ્યારે પુરુષ પાત્રો સ્ત્રી પાત્રોની ભૂમિકા ભજવતા ત્યારે કેટલાક અભિનેતાઓ જેવા કે જયશંકર સુંદરી, મા. ત્રિકમ, વાસુદેવ, માં. છેટુ, મા. ભોગીલાલ આ બધા કલાકારોએ સ્ત્રીપાત્રોની ભૂમિકામાં અનેરું રસદર્શન કરાવ્યું હતું. એમાંય અમૃત જાનીનું સ્થાન વિશિષ્ટ અને ગૌરવભર્યું છે.
સુંદર વેશભૂષા ઊડી હૈયાઉકલત અને મળેલી ભૂમિકામાં તન્મય બની શ્રેષ્ઠ અભિનય આપ એ એમની આગવી રસસિદ્ધિ હતી. કુશળ દિગ્દર્શક તરીકે પણ એ આગવી સુઝ ધરાવે છે.
ઘણા સ્મૃતિ શેષ રહ્યા છે, જયારે અમૃત જાનીની સિદ્ધિ હજુ જવલંત છે. રેડિયો કલાકાર તરીકે સરકારી સંસ્થાઓના નાટકમાં દિગ્દર્શક તરીકે નાટ્ય મહોત્સવમાં પરીક્ષક તરીકે એમની સેવાઓ જાણીતી છે. સમસ્ત ગુજરાત, સૌરાષ્ટ્ર અને વિશેષે મુંબઈ અમદાવાદ તેમને ધંધાદારી રંગભૂમિના ખ્યાતનામ કલાકાર તરીકે પિછાણે છે. મારાં ઘણાં નાટકોમાં પણ એમણે શ્રેષ્ઠ અભિનય આપે છે.
ભાઈશ્રી અમૃત જાનીના પ્રત્યક્ષ અને નિકટ પરિચય માં ન હોવા છતાં પરોક્ષ રીતે તેમજ એમની નાટ્યપ્રવૃત્તિઓથી તો હું છેક ૧૯૩ર થી પરિચિત છું. એમને જે થોડે ઘણો પ્રત્યક્ષ પરિચય મને થયો છે એ પરથી મને આપણી રંગભૂમિના સરેરાશ નટો કરતાં વધારે સંકારી, સાહિત્ય પ્રેમી અને કલાપ્રેમી જણાયા છે; જ્યારે એમણે ભજવેલી ભૂમિકાઓ પરથી એમનામાં પ્રભુદત્ત અને નૈસર્ગિક અભિનયપ્રતિભાનાં દર્શન થયાં છે. એમનું દમક્તિત્વ મધુર અને એમને સ્વભાવ મિલનસાર જણાયાં છે. તેઓ આપણી ગુજરાતી રંગભૂમિ વિશે એક પુસ્તક બહાર પાડવાના છે, એ જાણીને મને આનંદ થાય છે. એમના આ પ્રયત્નમાં હું એમને સફળતા તથા યશ સાંપડે એવા હાર્દિક આશીર્વાદ આપું છું.
ભાઈ અમૃત,
તમો ભૂંસાએલી રેખાઓને શબ્દબદ્ધ કરી રહ્યા છે, એ આનંદની વાત છે.
જૂની રંગભૂમિ અને તેના કલાકારો તે પ્રેક્ષકોના અંતરતલને સ્પર્શતા હતા. અાજની નવી પેઢી એ વાતની તરસી છે. તમે તમારા અનુભવનું એ ઝરણું વહાવવા તૈયાર થયા છે. તેથી ગુજરાતી જનતાને એક નવી કેડી મળશે.
એક મિત્ર, ગઝલકાર, સાહિત્યના જીવના પુસ્તકની હું આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું. ઈશ્વર તમને સફળતા આપે. અને જે કલાકારે જૂની રંગભૂમિના જીવિત છે તેઓને તમો પ્રેરણારૂપ બનો એ જ અભ્યર્થના.
અમને બોલવા દો અમૃતભાઈને કોઈકે કહ્યું કે આટઆટલાં વર્ષો રંગભૂમિની સેવા આરાધના-અર્ચના કવામાં વિતાવ્યાં છે, તો એ રસભરી વાતને શબ્દસ્થ કરોને! ને અમૃતભાઈ એમની સાહજિક વિનમ્રતા સાથે કહે: ‘જૂની રંગભૂમિનો એક અભણ એવો અદાકાર શું લખી શકે?’ કેવી ભ્રામકતા! જાત માટે અને આ સર્વોચ્ચ ફેલા વિશે અજ્ઞાન! અને એમણે કહેલું એ સાચેસાચ ‘ભ્રામક્તા અને અજ્ઞાન’ હતો તેની પ્રતીતિ આ આત્મકથા દ્વારા એમણે પોતે જ આપી છે. આપણી દાદીમા અભણ છે પણ એને કેવી કોઠાસૂઝ છે... ભણી નથી પણ ગણી છે કેવું મજાનું! ઘરમાં છોકરાં માંદા પડે ત્યારે એ ધડાધડ પેશિયાલિસ્ટોને બોલાવતી નથી. ઘરગથ્થુ વૈદુ એ કરી જાણે છે. અમૃતભાઈ જેવા આજન્મ કલાકારની પાસે પણ અવિો સૂઝ, શક્તિ, આવત, અનુભવે છે. ઉચ્ચ શાળાકીય કેળવણીથી એ કંઈક અંશે વંચિત રહ્યા હોય ભલે, પણ ‘લોકશાળાનો એમનો અભ્યાસ તો અનુસ્નાતક કે પીએચ.ડી. કક્ષાનો છે. કંઈ કેટલીયે વૈવિધ્યભરી સ્ત્રી અને પુરુષ ભૂમિકાઓ એમણે આસાનીથી ને અસરકારકતાથી ભજવી છે. નાટિકારના શબ્દાર્થને મમ પકડી, દિગ્દર્શકની કલ્પનાના ચોકઠામાં પોતાની ભૂમિકા પૂરતા સમુચિત રીતે ગોઠવાઈ જ8, પોતીકી અભિનયશક્તિ વડે ભૂમિકાને પ્રાણવંતી બનાવતાં એમણે ભિન્નરુચિ પ્રેક્ષક વગરને હંમેશા આકર્ષે છે. અને તેય મોટલાં વર્ષોથી, સ્વસ્થતા, પાત્રાનુકૂલ ભાવ-અભિવ્યક્તિ, સ્પષ્ટ ને શુદ્ધ ઉચ્ચારણ અને નાટ્યપ્રસંગને બહેલાવવાની જાણકારી એક કલાકાર તરીકે એમની નિજી સમૃદ્ધિ છે. આ બધું એમણે કેમ મેળવ્યું, કેળવ્યું, વિકસાવ્યું, આત્મસાત કર્યું એ વાત એમની પાસેથી જાણવાનો આપણો અધિકાર છે – અને એ સંદર્ભમાં તેઓ આ આપકથા લખે એમાં કેવળ ઔચિત્ય છે, એમ નહીં, પરંતુ એ અનિવાર્ય પણ છે. અમૃતભાઈ, તમે અદાકાર છો, કલાકાર છે તે બુલંદ અવાજે ગાજે કે ‘અમને બોલવા દે.’ અને તમારે એ મિષ્ટ મધુર અવાજ જગતમાં થઈ રહેલા, વધી રહેલા મિથ્યા કોલાહલને શાંત પાડો, સાંભળવા જેવા શબ્દોને અને સમજવા જેવા અર્થોને રંગ, રૂપ અને સહકાર આપી રહેશે. મારી શુભેચ્છાઃ તંદુરસ્તીભરી લાંબી જિંદગી જીવો અને ખુદા હાફિઝ!
છેલ્લા પચાસ વર્ષથી જૂની રંગભૂમિ પર શ્રી અમૃત જાની પોતાના અભિનય પાથરી રહ્યા છે. એમના પિતાશ્રી પણ જૂની રંગભૂમિના એક માનનીય કલાકાર હતો. બે પેઢીથી ગુજરાતી રંગભૂમિનું એ ગૌરવ જાળવતા આખ્યા છે. હાલમાં તેઓ નિવૃત્ત થયા છે છતાં રંગભૂમિના અનુભવો. કલાની મર્મસૂઝ તેમનામાં પુષ્કળ છે. પેતાના એક દીર્ધા જીવનનો અનુભવે એ પુસ્તકમાં લખો રહ્યા છે. કેટલીક વાત એ પુસ્તકની અમને વંચાવી હતી. ખૂબ જ સુંદર અને કલાભરી છે. અમે માનનીય અમૃતભાઈને તેમના આ કાર્યની સફળતા ઇચ્છીએ છીએ. ભગવાન એમને દીર્ઘ આયુષ્ય આપે એ જ અભ્યર્થના.
અમૃત જટાશંકર જાની (જ. 7 જુલાઈ 1912, ટંકારા, જિ. રાજકોટ મોરબી; અ. 9 ઑગસ્ટ 1997) : ગુજરાતની જૂની વ્યવસાયી રંગભૂમિના જાણીતા નટ. જન્મ સૌરાષ્ટ્રના નાનકડા ગામ મોરબી-ટંકારામાં મધ્યમ વર્ગના કુટુંબમાં થયો. બાલ્યકાળમાં જ એમણે માતાનું સુખ ગુમાવ્યું. રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલો. પિતાની સાથે 7-8 વર્ષની વયે કરાંચીમાં ગુજરાતી નાટકો ભજવતી સૌરાષ્ટ્રની વિદ્યાવિનોદ નાટક સમાજની નાટકીય દુનિયાને નજરે જોવાનો અવસર મળ્યો. રંગભૂમિની શાળાના અભિનયના પાઠ તેઓ આશરે 40 વર્ષ સુધી ભણ્યા, અને ગુજરાતી રંગભૂમિ ઉપર સારા નટ તરીકે પ્રતિષ્ઠા પામ્યા.
1927માં ‘ભારતગૌરવ’ નાટકમાં છાયાદેવીની ભૂમિકા દ્વારા 14 વર્ષની ઉંમરે રંગમંચ પર સૌપ્રથમ પદાર્પણ કર્યું. 1929માં મુંબઈમાં આર્યનૈતિક નાટક સમાજના વાસવાળા થિયેટરમાં કવિ પરમાનંદ ત્રાપજકરના ‘રણગર્જના’ નાટકમાં ‘કમળા’ની ભૂમિકા ભજવી સ્ત્રીપાઠ ભજવનારા કલાકાર તરીકે અભિનયસૂઝ દાખવી સારી નામના પ્રાપ્ત કરી. એ જમાનાના પારસી દિગ્દર્શક સોરાબજી કાત્રક અને ગુજરાતી અભિનેતા લાલજી નંદાએ તેમને એ જમાનાની જાણીતી નાટ્યસંસ્થા રૉયલ નાટક મંડળીમાં પ્રવેશ અપાવ્યો. કવિ જામનલિખિત ‘લગ્નબંધન’માં ભજવેલી સ્ત્રીભૂમિકા એમના નટજીવનની વિકાસયાત્રાનું એક મહત્વનું સોપાન હતું. આ સંસ્થામાં રહી એમણે ઘણાં નાટકોમાં સ્ત્રીભૂમિકા ભજવી. શ્રી દેશી નાટક સમાજના ‘સમય સાથે’ નાટકની શિલા; ‘શંભુમેળા’ની યમુના તથા ‘ગર્ભશ્રીમંત’ની અનસૂયાની ભૂમિકા લોકાદર પામી. તેમણે મુખ્યત્વે કરુણ રસની ભૂમિકાઓ ભજવવામાં પોતાના નટજીવનની સાર્થકતા અનુભવી. એમના કંઠે ગવાયેલાં ઘણાં ગીતો એ જમાનામાં લોકપ્રિય થયાં. તેમણે વ્યવસાયી રંગભૂમિ ઉપર આશરે 450 જેટલાં નાટકોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી. 1948માં વ્યવસાયી રંગભૂમિ ઉપર એમણે ગંગા ડોશીની યાદગાર ભૂમિકા ભજવી. કરાંચીમાં અમૃત જાનીની અભિનયકલાની લોકપ્રિયતા જોયા પછી સંસ્થાએ એમને માટે ‘લાભ રાત્રિ’ યોજી હતી. તેની આવક રૂ. 2500 થઈ હતી. રાજકોટમાં શ્રી સૌરાષ્ટ્ર સંગીત નાયક અકાદમીમાં નાટ્યવિભાગના શિક્ષક તરીકે ફરજ બજાવી. તેઓ જૂની અને નવી રંગભૂમિની કડી સમાન હતા. ગુજરાત રાજ્ય સંગીત, નૃત્ય, નાટક અકાદમી ગાંધીનગર તરફથી 30 માર્ચ 1973ના રોજ એમનું સન્માન કરવામાં આવ્યું. તેમણે શ્રી આર્યનૈતિક નાટકસમાજ, શ્રી દેશી નાટક સમાજના કેટલાંક નાટકોમાં વિવિધ પાત્રો તરીકે અભિનય કરેલો.
રાજકોટ તેમજ અમદાવાદની નવી રંગભૂમિ તથા રેડિયો નાટકોમાં પણ ભાગ લઈ અભિનયયાત્રાનું સાતત્ય સાચવ્યું. જશવંત ઠાકર- દિગ્દર્શિત ‘અંતરના અપરાધી’ નાટકમાં તેમણે ભજવેલી દારૂડિયા માર્મે લેડોવની ભૂમિકા નટની ઉત્તમ ચિત્ત-અવસ્થાનો નમૂનો હતી. જૂની રંગભૂમિનો કાકુ એમના વાચિક અભિનયમાં સચવાઈ રહ્યો છે. ગુજરાત સરકારે 1989નો ‘ગૌરવ’ પુરસ્કાર આપી એમનું બહુમાન કર્યું હતું.
એમણે ‘અભિનયને પંથે’ નામની પોતાની આત્મકથા, ‘ગુજરાતની જૂની રંગભૂમિ’ નામે માહિતી પુસ્તિકા તેમજ થોડી ગઝલો પણ રચી છે.